ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજોનો કાચ પણ તોડી નાખ્યો, અને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી. કુખ્યાતનો આતંક મચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને લઈને પોલીસે જાહેર સંપતિને નુકસાન પહોંચાડવા બાબતે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરવા જાઓ તો આવા અખતરા ન કરતા, જીવ જોખમમાં મૂકી ગુજરાતીઓ શંકર ધોધ જોવા પહોંચ્યા


અમદાવાદ ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગા નો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતોએ ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપી એ દૂર લઈ ગઈ, જોકે થોડા સમય બાદ ફરીથી માંગો અને તેના સાગ રીતે પોલીસ ચોકી પર આવી પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખ્યા. 


Monsoon hack : તમારો ફોન વરસાદમાં પલળી જાય તો અવનાવો આ ટિપ્સ


જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આરોપી મંગો પોતાના માથા વડે પોલીસ ચોકીને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તે પહેલા બસ સ્ટેન્ડ માં આવી તેને પાર્કિંગ કરેલ વાહનો ને લાકડી વડે નુકસાન પણ પહોંચાડ્યું એ પછી બુકિંગ કાઉન્ટર તરફ જઈને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી જેથી આક્રોશ ભરાયેલા ટોળાએ તેને મેથીપાક પણ ચખાડ્યો.


World Cup 2023: વર્લ્ડ કપ વેન્યૂ અંગે BCCI નો મોટો નિર્ણય, જાણો શું થયો ફેરફાર


એસટી બસ સ્ટેન્ડ પર અગાઉ બે મહિના પહેલા પણ મંગાએ અને તેના સાગરીતો એ આતંક મચાવી ખંડણી ઉઘરાવી હતી જેને લઈને તેના પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જે વાત આજે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલીઓ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.


3 કરોડ રૂપિયા પ્રતિ કિલો! આ છે વિશ્વના સૌથી મોંઘા ટામેટાના બીજ


એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે અનેકવાર પોલીસને જાણ કરી ચૂક્યા છે, ઉપરાંત તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ અને ઝડપાયો પણ ખરું પરંતુ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે.


ભારતના આ મંદિરો ઓળખાય છે વિઝા મંદિર તરીકે, પાસપોર્ટ લઈને દર્શન કરવાથી મળે છે વિઝા