આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી

આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે, માતાએ કયા કારણોસર આ પગલુ લીધું છે તે જાણી શકાયું નથી
ચેતન પટેલ/સુરત :સુરતમાં ફરી એકવાર દિલ ધડકાવી દે તેવો બનાવ બન્યો છે. સુરત (surat) ના પર્વતપાટિયા રુદ્રમની એપાર્ટમેન્ટમાં એક માતાએ સૌથી પહેલા 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંકી, અને ત્યાર બાદ પોતે પણ આપઘાત (suicide) કર્યો હતો. માતા અને માસુમ દીકરીનું ઘટના સ્થળે પર જ મોત નિપજ્યું હતું. જોકે, માતાએ કયા કારણોસર આ પગલુ લીધું છે તે જાણી શકાયું નથી. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આત્મહત્યા કરનાર મહિલાનું નામ કોમલ સોમાની (ઉંમર 30 વર્ષ) છે. તેના પતિનું નામ આશિષ સોમાની છે. કોમલ સોમાનીએ કયા કારણોસર 3 વર્ષની દીકરી મિસ્ટી સાથે આત્મહત્યાનું પગલુ ભર્યું તે અંગે તપાસ થઈ રહી છે. જોકે, પોલીસને પારિવારિક ઝઘડાની શક્યતા છે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ
કચ્છમાં ધારાસભ્યની નજર સામે યુવક તળાવમાં ડૂબ્યો, વધામણાનું નાળિયેર લેવા ગયો હતો...
વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં
અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ
અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો
મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ
ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી
હજી વધુ વરસાદ પડશે તો ગુજરાતમાં તબાહી સર્જાશે, 251માંથી 234 તાલુકામાં વરસાદ
Photos : ધોધમાર વરસાદથી અમદાવાદની હાલત બગડી, બીજા દિવસે સવારે પણ પાણી ન ઓસર્યાં