* વસ્ત્રાલમાં આધેડની કરપીણ હત્યા 
* દુકાન માલીકની ભાડુઆતે જ કરી ઘાતકી હત્યા
* 50 હજારનુ બાકી ભાડુ લેવા જતા થઈ હત્યા
* હત્યાના ષડયંત્રને લઈને પોલીસે તપાસ કરી તેજ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના વસ્ત્રાલમા ભાડુઆતે દુકાનના માલીકની ઘાતકી હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. રામોલ પોલીસે હત્યા કરનાર ભાડુઆતની ધરપકડ કરી છે. આ હત્યા કાવતરૂ રચીને કરી હોવાની શંકાને લઈને પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી. વસ્ત્રાલમા આવેલા વેદશ્રી રેસિડેન્સી એન્ડ શોપીંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોરમા આવેલા યમરાજ પાન પાર્લરમા 69 વર્ષના બીપીન પ્રજાપતીની પાર્લરમા હત્યા કરેલો મૃતદેહ મળતા સનસનાટી મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ કરતા હત્યા ભાડુઆતે કરી હોવાનુ ખુલતા પોલીસે ભાડુઆત હિતેન્દ્રસિંહ દરબારની ધરપકડ કરી છે.


પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢવા કરાવી હત્યા, પછી તેના પર ચણ્યો ઓટલો પરંતુ...


ઘટનાની વાત કરીએ તો બીપીનભાઈ પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોર નામના વ્યકિતને ₹17 હજારના ભાડા પેટે આપી હતી. પંરતુ દશરથ ઠાકોર ઘણા સમયથી ભાડુ ચુકવતો નહતો. દશરથ ઠાકોરને ભાડાના ₹50 હજાર ચુકવવાના બાકી હતા. જેને આપવા માટે શુક્રવારે બીપીનભાઈને બોલાવ્યા હતા. બીપીનભાઈ ઘરેથી ભાડુ લેવાનુ કહીને દુકાને આવ્યા પરંતુ તેમનો મોબાઈલ બંધ આવતા પરિવારને શંકા ગઈ અને તેઓએ દુકાને જઈ તપાસ કરતા તેમનો હત્યા કરેલી હાલતમા મૃતદેહ મળ્યો હતો.


આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...


પોલીસ કસ્ટડીમા દેખાતો આ હિતેન્દ્રસિંહ દરબારે વૃધ્ધની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે બાતમી અને કોલ લોકેશનના આધારે ગણતરીની કલાકોમા આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમા સામે આવ્યુ કે હિતેન્દ્રસિંહ વસ્ત્રાલના સુમીનપાર્કમા રહે છે. આરોપીએ દશરથ ઠાકોર પાસેથી આ દુકાન ભાડે લીધી હતી. જયારે બીપીન પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોરને ભાડે આપી હતી અને ભાડુ નહિ ચુકવતા બીપીનભાઈ ઉઘરાણી કરતા હતા. જેથી હિતેન્દ્રસિહ દરબારે માથા અને છાતીના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યામા અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી.


વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, સાસુ દિપ્તી સોનીનું મોત થયું


વસ્ત્રાલમા વૃધ્ધની હત્યા કેસમા પોલીસે હાલ તો એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ ભાડુઆત દશરથ ઠાકોરે ભાડાના નામે બીપીનભાઈ પ્રજાપતીને બોલાવ્યા હતા. જયારે અન્ય ભાડુઆતે હત્યા કરી હતી. જેથી આ હત્યા પાછળ ષડયંત્ર હોવાની પોલીસને શંકા છે.હાલમા રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube