પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢવા કરાવી હત્યા, પછી તેના પર ચણ્યો ઓટલો પરંતુ...
Trending Photos
મોરબી : કબીર ટેકરી વિસ્તારમાં રહેતો યુવાન થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયો હતો. જેની હત્યા કરવામાં આવી હતી અને તેની લાશને યુવાનની પત્નીના પ્રેમના ઘરની પાછળના ભાગમાં જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. આ બનવાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે શૈલેષ અગેચાણીયાની લાશ જમીનમાંથી કાઢી હતી. મૃતક યુવાનની બહેનની ફરિયાદ લઈને મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલમાં પોલીસે આ ગુનામાં મૃતક યુવાનની પત્નીના પ્રેમી અને અન્ય એક શખ્સની ધરપકડ કરેલ છે અને કાવતરું કરનારા મહિલા સહિતના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
જે યુવાનની હતી કરવામાં આવી છે તે મૃતક શૈલેષ અગેચાણીયાને તેના વિસ્તારમાં મારવો શક્ય ન હતો. જેથી તેની પત્ની યાસ્મીન ઉર્ફે આરતીએ ફોન કરીને તેના પતિને ઉશ્કેરીને જુમા સાજણ માજોઠીના ઘરે બોલાવ્યો હતો. ત્યાં તેને મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી યાસ્મીન ઉર્ફે આરતીએ હત્યાનું કાવતરું રચ્યું હોવાથી હત્યાની જૂની ફરિયાદમાં હાલમાં કાવતરાની કલમનો ઉમેરો કરીને આરોપી મહિલા અને અન્ય એકને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
હાલમાં મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાય પાસેથી મળતી માહિતી મુજબ શૈલેષ અગેચાણીયા નામના યુવાનની હત્યા કરીને તેની લાશને કાંતિનગર વિસ્તારમાં જુમા સાજણ માજોઠી રહેણાંક મકાનની પાછળ દાટી દેવામાં આવેલ હતી. જે ગુનામાં હાલમાં પોલીસે જુમા સાજણ માજોઠી (૨૮) રહે.કાંતિનગર અને શાહરૂખ મહેબૂબભાઈ મેમણ (૧૯) રહે.કાંતિનગર વાળાની ધરપકડ કરી છે. આ ગુનામાં યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા અને અન્ય એકની ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે તેવું પોલીસે જણાવ્યુ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શૈલેષ અગેચાણીયાને યાસ્મીન ઉર્ફે આરતીએ ઉશ્કેરીને બોલાવ્યો હતો. જેથી કરીને તે કાંતિનગરમાં ગયો હતો ત્યારે જુમા સાજણ માજોઠી અને શાહરૂખ મહેબૂબભાઈ મેમણ દ્વારા તેને પાઇપ વડે માર મરવામાં આવ્યો હતો. તેમજ જુમના બનેવી સોહેબે પણ તેને માર માર્યો હતો અને હાથ બાંધીને તેમજ મોઢામાં ડૂચો મારીને તેને રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો. પછી રૂમ ખોલવામાં આવ્યો ત્યારે શૈલેષ અગેચાણીયા મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેની લાશને સગેવગે કરવા માટે જુમા સાજણ માજોઠીએ તેના બનેવી સોહેબને સાથે રાખીને સ્કોર્પિઓ કારમાં લાશ મૂકી હતી. જો કે, ચૂંટણીનો બંદોબસ્ત હોવાથી પકડાઈ જવાના ડરના લીધે શૈલેષ અગેચાણીયાની લાશને કાંતિનગરમાં જુમા સાજણ માજોઠીના ઘર પાસેથી જમીનમાં દટેલી દેવામાં આવી હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવવાના ગુનામાં હાલમાં પોલીસે હત્યારા પ્રેમી તેમજ તેના સાગરીતની ધરપકડ કરી છે. જો કે, મુખ્ય સુત્રધાર યાસ્મીન ઉર્ફે આરતી અને જુમના બનેવી સોહેબને પકડવા માટે તજવીજ કરવામાં આવી છે તેવું પોલિસે જણાવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે