પાકિસ્તાનના WHATSAPP ગ્રુપમાં જોડાવવું સુરતના સગીરને ભારે પડ્યું, આંગણે આવી ગઈ NIAની ટીમ
NIA in surat : NIAની ટીમના સુરતમાં ધામા... વહેલી સવારે 4 વાગ્યે સુરત પહોંચી NIAની ટીમ... સુરતના લાલગેટ વિસ્તારમાં NIAની તપાસ... લાલગેટ વિસ્તારમાં સગીરની પૂછપરછ હાથ ધરાઈ... વિદેશના વોટ્સએપ ગૃપમાં મેમ્બર હતો સગીર... હાલ SOGની ટીમ સાથે NIAની સંયુક્ત પૂછપરછ... મોબાઈલ અને અન્ય સામગ્રીની પણ તપાસ
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં આજે વહેલી સવારે 4:00 વાગે NIA ની ટીમે ધામા નાખ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સુરતના એક મોબાઇલ વેપારી સગીરની પૂછપરછ માટે વહેલી સવારથી સુરતમાં સર્ચ માટે આવી હતી. સુરતની એસઓજી અને પીસીબી ની ટીમને સાથે રાખીને NIA ની ટીમ દ્વારા મોબાઈલ વેપારી સગીરને પૂછપરછ માટે ઘરેથી PCB મથકમાં લઇ આવી હતી.
સુરતની જનતા માર્કેટમાં 17 વર્ષીય સગીર મોબાઈલનો વેપાર કરે છે. આ યુવક વિદેશના પાકિસ્તાની WHATSAPP ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી જોડાયેલો હતો. પાકિસ્તાનના કોઈ વેપારીએ તેને WHATSAPP ગ્રુપમાં જોઈન કર્યો હતો. જે અંગેની માહિતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મળતા તે આજે વહેલી સવારે સુરત આવી પહોંચી હતી. NIA ને મળેલી માહિતી મુજબ whatsapp ગ્રુપમાં જોડાયેલ સગીરને SOG અને PCB ની ટીમને સાથે રાખી NIA દ્વારા તેના ઘરેથી અટકાયત કરી હતી. અને SOG -PCB ની ઓફિસ લઈ આવી હતી.
ગુજરાતમાં ફરવા માટે નવુ ડેસ્ટિનેશન બન્યું, જ્યાં ઊંચાઈથી માણી શકાશે દરિયાનો નજારો
મળતી માહિતી મુજબ NIA ની ટીમ દ્વારા સુરતના 17 વર્ષીય મોબાઈલ વેપારી સગીરની વહેલી સવારે અટકાયત કર્યા બાદ તેની સતત 6 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી. NIA દ્વારા સગીરના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા. સગીરના ઇમેલ આઇડી મોબાઈલના જુદા જુદા WHATSAPP ગ્રુપ સહિતના સોશિયલ મીડિયાના તેના એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. અને આ સગીર કઈ રીતે પાકિસ્તાનના WHATSAPP ગ્રુપમાં જોડાયો તે અંગે પૂછપરછ કરાઈ હતી. જોકે સગીરની છ કલાક જેટલી સતત પૂછપરછ અને તપાસ કર્યા બાદ NIA ની ટીમ દ્વારા તેને છોડી દેવામાં આવ્યો હતો અને એનઆઈએની ટીમ પણ પરત જતી રહી હતી.
ફરવા જાઓ તો આવા અખતરા ન કરતા, જીવ જોખમમાં મૂકી ગુજરાતીઓ શંકર ધોધ જોવા પહોંચ્યા
મળતી માહિતી મુજબ સુરતના જનતા માર્કેટમાં મોબાઈલના વેપારી સગીરના પાકિસ્તાનના ગ્રુપમાં જોડાયા હોવાની માહિતી મળતા NIA ને આ સગીર દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિ થતી હોવાની શંકા ઉપજી હતી. પાકિસ્તાનના ગ્રુપમાં જોડાઈને સુરતનો આ સગીર દેશવિરોધી પ્રવૃત્તિ અંતર્ગત જરૂરી માહિતી પાકિસ્તાન પહોંચાડતી હોવાની એજન્સીને શંકા થઈ હતી. ઉપરાંત પાકિસ્તાનના જાસુસી એજન્ટ કે આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયાના મારફતેથી જોડાઈ દેશમાં કોઈ ગેર પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિને અંજામ આપવાનો ઇરાદો છે કે નહીં તે અંગે શંકા ને આધારે પૂછપરછ કરાઈ હતી.
વૈષ્ણીદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ વડોદરાના યુવકને આવ્યો હાર્ટએટેક, ત્યાં જ જીવ ગયો
NIA સાથે SOG અને PCB ની ટીમ દ્વારા 17 વર્ષીય સગીર સામે ઊભા થયેલા તમામ પ્રશ્નો અંગે છ કલાક જેટલી લાંબી પૂછપરછ કરાઈ હતી. મળતી માહિતી મુજબ સગીર મોબાઇલના વેપારને લઈ વિદેશના પાકિસ્તાની ગ્રુપમાં અનાયાસે જોડાઈ ગયો હતો. સોશિયલ મીડિયામાં પાકિસ્તાની વ્યક્તિ દ્વારા ગ્રુપમાં જોડાવાની લીંક આવતા તેના આધારે તે આ ગ્રુપમાં જોડાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. તે ઉપરાંત તેના ઇ-મેલ આઇડી અને સોશિયલ મીડિયા ના અન્ય એકાઉન્ટની તપાસમાં NIA ની ટીમને કોઈ જ દેશ વિરોધી શંકાસ્પદ પ્રવૃત્તિ જણાવી ન હતી. જે આધારે NIA ની ટીમના તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આવી જતા યુવકને લાંબી પૂછપરછ બાદ છોડી દેવાયો હતો અને NIA ની ટીમ પણ પરત રવાના થઈ ગઈ હતી.
શરત મારી લો, ગુજરાતના આ દ્રશ્યો સામે અમેરિકાનો નાયગ્રા ફોલ પણ ફિક્કો લાગશે