શરત મારી લો, ગુજરાતના આ દ્રશ્યો સામે અમેરિકાનો નાયગ્રા ફોલ પણ ફિક્કો લાગશે
Gujarat Waterfall : હવે આ દ્રશ્યો જુઓ, ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો હશે, તે દેવઘાટ ડેમની આ સ્થિતિ જોઈને સમજી શકાય છે. ધોધ દૂરથી ભલે નયનરમ્ય લાગે, પણ નજીક જતા તેની ભયાનકતા અનુભવી શકાય છે. આ દ્રશ્યો અમેરિકાના નાયગ્રા ધોધને ટક્કર આપે તેવા છે.
ભારે વરસાદને કારણે સુરત જિલ્લાનો એક માત્ર દેવઘાટ ધોધ સક્રિય થયો છે. ઉમરપાડાના દિવતણ ગામની સીમમાં આ દેવઘાટ ધોધ આવેલો છે. સીઝનમાં પહેલી વખત દેવઘાટ ધોધ સક્રિય થયો છે.
ઉમરપાડાના ગાઢ જંગલ વચ્ચે દેવઘાટ ધોધ આવેલો છે. ધોધ સક્રિય થયાં નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી ઉમરપાડા તાલુકાનો દેવઘાત ધોધ ઓવરફ્લો થયો છે.
ભારે વરસાદ બાદ દેવઘાટ દોધ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. દેવઘાટ ધોધના મનમોહક દ્ર્શ્યો જોવા મળ્યા છે.
જંગલ વિસ્તારોનું પાણી દેવઘાટ ધોધમાં આવે છે. જેથી આ ડેમ છલકાઈ જાય છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ દેવઘાટ ધોધનો નજારો જોવા ઉમટે છે.
Trending Photos