ચેતન પટેલ, સુરત: સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઇ હવે લાજપોર જેલમા ઘાસ કાપશે. ત્રણ મહિના સુધી તેમને એક પણ રુપિયાનું વળતર ચુકવવામાં નહીં. ત્યારબાદ બાદ દૈનિક રૂ. 70 તેમને ચુકવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મની આડમા પાંખડલીલા આચરનારા નારાયણ સાંઇને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. લાજપોર જેલમા બંધ સાંઇને જેલમાં કામગીરી સોપવામાં આવી છે. જેલ પ્રશાસને કેદી નંબર 1750 નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોપ્યુ હતું. પ્રાયોગિક ધોરણે આ કામગીરી સોપાઇ હોઈ, કાચો ચહેરો હોવાથી તેને ત્રણ મહિના એક પણ રૂપિયો મહેનતાણું મળશે નહીં. ત્યારબાદ દૈનિક 70 રૂપિયા ચુકવવામાં આવશે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...