Gujarat Tourism : ગુજરાતનો નર્મદા જિલ્લો એટલે કુદરતની કરામત. નર્મદા જિલ્લામાં ભગવાને છુટ્ટા હાથે સૌદર્યે વેર્યું છે. આ જિલ્લામાં અઢળક એવી જગ્યાઓ છે જેને જોઈને મન મોહી જાય. તેથી જ હવે પીએમ મોદીએ નર્મદા કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. આ બાદથી નર્મદા જિલ્લાને શાનૌશૌકત બદલાઈ ગઈ છે. આ જિલ્લામાં એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહિ, પરંતુ અસંખ્ય એવા જોવાલાયક સ્થળો છે. એકવાર ખાલી નર્મદા જિલ્લામાં પગ મૂકો, પછી તમને અહી ફરવા માટે આખો મહિનો પણ ઓછો પડશે. ગણ્યા ગણાય નહિ એટલા અઢળક સ્થળો અહી આવેલા છે. જો ઉનાળામાં ફરવા માટે કોઈ સારા ડેસ્ટિનેશનની શોધમાં છો તો નર્મદા જિલ્લાની આ જગ્યાઓ પર જરૂર જજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિલકંઠ ધામ
નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમી દૂર છે. તે સુંદર સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવે છે અને સૌથી સુંદર યાત્રાધામ પૈકીનું એક ગુજરાત ની આસપાસ લોકો ને આકર્ષે છે. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે. ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ.


ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે


હરસિદ્ધિ માતાનું મંદિર
નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ માતા હરસિદ્ધી મંદિર બીજુ ફરવાલાયક સ્થળ છે. લાખો શ્રદ્ધાળુઓ હરસિદ્ધી માતાના દરબારમાં શિશ ઝૂકવવા આવે છે. કહેવાય છે કે, હરસિદ્ધી માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે. 443 વર્ષ પહેલા માતા હરસિદ્ધિ રાજપાળીના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા અને એ દિવસ હતો સંવત 1657 ની આસો સુદ. એટલે કે નવરાત્રિનો દિવસ. નવરાત્રિના પ્રથમ દિવસથી રાજપીપળામાં મા હરસિદ્ધિના દરબાર માં લાખો ભાવિકો શિશ ઝુકાવવા આવે છે. 


સરદાર સરોવર ડેમ
નર્મદા જિલ્લાનું સૌથી સુંદર સ્થળ એટલે નર્મદા ડેમ. જેને સરદાર સરોવર ડેમ કહેવાય છે. આ ડેમની આસપાસની સુંદરતા મનમોહક છે. તેમાં પણ ચોમાસામાં તેનો નજારો જોવા જેવો બની જાય છે. ચોમાસામાં પાણીની આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલી દેવાય છે. 


અમદાવાદથી એક દિવસની ધાર્મિક યાત્રા કરવી હોય તો આ ભવ્ય મંદિરોના દર્શન કરી શકો છો


નીનાઇ ધોધ
નવ રાજ્યો ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દડિયાયાડા તાલુકામાં એક વસંત છે. તે ગુજરાત સ્ટેટ હાઇવે 163 પર સ્થિત છે. તે ડેડિયાપાડાથી આશરે 35 કિમી દૂર છે. અને સુરતથી આશરે 143 કિમી દૂર છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે, જે કિ.મી. છે. સુરત નજીકનું અને નજીકનું વિમાનમથક છે. નાઇકી ધોધ 30 ફૂટ કરતા વધારે ફુટ છે. તે સુદિણ પેશાવર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત, ડેડિયાપાડાનાં સુંદર જંગલોમાં સ્થિત છે. નીનાઇ ધોધની ઊંચાઈ 30 ફીટથી વધુ છે. નીનાઈ ધોધ તેની આસપાસ ખૂબ જ સુંદર સુંદરતા ધરાવે છે. તે દદિયાપડાનાં સુંદર જંગલ શાખાઓ ઉપરાંત શુલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત આવેલું છે. સરદાર સરોવર બંધ અને તેના આસપાસના આદિજાતિ પ્રદેશને સંભવત ઇકો-ટૂરિઝમ હોટપોટ્સ તરીકે પ્રોત્સાહન આપી રહ્યું છે. યોજનામાં નીનાઘાટના ધોધ પણ સામેલ છે.


રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો


ઝરવાણી ધોધ
આ સાઈટ નર્મદા જિલ્લામાં સ્થિત છે. તે રાજપીપળાથી નર્મદા ડેમની સાઇટ પર કેવાડિયા કોલોનીથી 28 કિમી દૂર છે. ત્યાં છે થાવડાયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દૂર છે. ત્યાં છે તે શુલપાનેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર સ્થિત છે, જે છોડ અને પ્રાણીઓનું ઘર છે. વન્ય જીવનના આકર્ષણમાં ચિત્તા, જંગલી રીંછ, વિવિધ હરણની જાતિઓ અને જંગલી કૂતરાઓનો સમાવેશ થાય છે. વાંદરાઓ અને ભસતા હરણ અથવા મેન્ટજેક પણ જોઇ શકાય છે, જે ભાગ્યે જ દેશના અન્ય ભાગોમાં જોવા મળે છે. જંગલ વિભાગની મદદથી, તમે જંગલ, ધોધ અને અન્ય કુદરતી સૌંદર્ય સાથે પિકનિક અથવા ટ્રેકિંગ દિવસ ગોઠવી શકો છો. નજીકના અન્ય સ્થળોની સરળ પ્રાપ્તિમાં જાવાન, શુલપાનેશ્વર મંદિર, ઘીર ખાદી નદીનો સમાવેશ થાય છે. જંગલ, પાણીના ધોધ અને અન્ય પ્રાકૃતિક સૌંદર્ય સાથે સરળ પહોંચની અંદર, વન વિભાગની સહાયથી દિવસની પિકનીક્સ અથવા ટ્રેક્સ ગોઠવી શકાય છે. નજીકના અન્ય જોવાલાયક સ્થળોમાં ઝારવાની ધોધ,  શુલપાનેશ્વર મંદિર, ઘીર ખાદીનો સમાવેશ થાય છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી
આ સ્થળ માટે હવે કંઈ કહેવા જેવુ નથી. જ્યાં સરદાર પટેલનું મહાકાય સ્ટેચ્યુ બનાવાયું છે. અહી એકતા નગર વિકસાવાયું છે. જેની અંદર એક સે બઢકર એક પ્રોજેક્ટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આખું ફરવા માટે પાંચ દિવસ પણ ઓછા પડે. 


6 એપ્રિલે સાળંગપુરમાં શું થશે? આ ઘડીની બધા કાગડોળે રાહ જોઈને બેઠા છે, જાણો કેમ