ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. જેમાં ક્યારેક ગુનેગારો સફળ થતાં હોય છે, ક્યારેક પકડાય જતા હોય છે આવો જ એક વધુ કીમિયો નરોડા પોલીસના હાથે ઝડપાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ આગાહી સત્યનાશ વાળશે! આ જિલ્લાઓ માટે ડિસ્ટર્બ કરી મૂકે તેવી છે આગાહી


દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. હાલમાં જ વોશીંગ મશીનના બોક્સમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. તેવામાં ફરી એક વાર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી પકડવામાં આવી છે. નરોડા પોલીસને બાતમી મળી હતી કે એક કંટેનરમાં પંજાબથી એસીના બોક્સમાં સંતાડીને દારૂનો જથ્થો અમદાવાદ રિંગ રોડ પરથી લઈ જવામાં આવી રહ્યો છે. 


દીવ-દમણ બેઠક સર કરવા ભાજપે ફરી કમર કસી; આ દિગ્ગજ નેતાને સળંગ ચોથી વખત રિપીટ કર્યા


જે બાતમીના આધારે હંસપુરા સર્કલ પર વોચ રાખવામાં આવી હતી. બાતમી વાળુ કંટેનર અને તેને પાયલોટીંગ કરનારી કાર પકડી તપાસ કરતા કંટેનરમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 21 લાખની કિંમતની 3960 બોટલ દારૂ અને 240 એસી અને કંટેનર સહિત કુલ 79.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 


"હીરોગીરી નહીં ચાલે",સ્વીફટમાં પોલીસ સાયરન વગાડી રોલો પાડ્યો તો પોલીસે ઠેકાણે પાડ્યો


આ મામલે હરિયાણાના રાજેશ જાટ, રાજસ્થાનના વિષ્ણુ સેન, બંટી જાટ અને ગોપાલ સેનની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આ કંટેનર મુખ્ય આરોપીના કહેવાથી પહોંચાડવાનું હતું. જોકે આ ગુનામાં દારૂ મોકલનાર અને મેળવનાર તમામની તપાસ શરૂ કરી છે. આ આરોપીઓનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ અગાઉ પર આ પ્રકારે સારું કોઈ વસ્તુમાં છુપાવી ગુજરાતમાં લાવી ચૂક્યા છે.


દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર! ગુજરાતની આ હોસ્પિટલમાં 66માંથી 33 ડોકટરોની જગ્યા ખાલી