Lok Sabha Elections 2024: દીવ-દમણ બેઠક સર કરવા ભાજપે ફરી કમર કસી; આ દિગ્ગજ નેતાને સળંગ ચોથી વખત રિપીટ કર્યા

Lok Sabha Elections 2024: રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ચૂંટણી ફીવર ચરમ સીમાએ છે. અન્ય રાજકીય પાર્ટીઓએ હજૂ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. પરંતુ ભાજપે પ્રથમ યાદીમાં જ દમણ દીવ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે.

Lok Sabha Elections 2024: દીવ-દમણ બેઠક સર કરવા ભાજપે ફરી કમર કસી; આ દિગ્ગજ નેતાને સળંગ ચોથી વખત રિપીટ કર્યા

Lok Sabha Elections 2024: નિલેશ જોશી/દમણ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. આથી દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે એ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ચૂંટણી ફીવર ચરમ સીમાએ છે. અન્ય રાજકીય પાર્ટીઓએ હજૂ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. પરંતુ ભાજપે પ્રથમ યાદીમાં જ દમણ દીવ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે. જેઓ ઘર ઘર જઈ ને મતદારો ને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. 

કચીગામમાં આજે ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ કચીગામમાં પ્રચાર માટે પહોચ્યા હતા. જ્યાના લોકોએ લાલુભાઇ અને ભાજપ ના અગ્રણીઓનું સ્વાગત કરી સમર્થન જાહેર કર્યું હતું. અન્ય પક્ષો હજુ ઉમેદવારોની પસંદગીની મથામણમાં જ વ્યસ્ત છે. પરંતું અંદાજે માત્ર 1 લાખ 40 હજાર જેટલા જ મતદાર ધરાવતી આ બેઠક પર સતત ચોથી વખત વિજય મેળવવા ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ પૂરજોશમાં પ્રચાર કરવામાં ચાલી રહ્યો છે. આથી પ્રચારના મામલે અન્ય પક્ષો કરતાં ભાજપનો હાથ ઉપર છે . આથી ભાજપના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખે આ વખતે પણ સતત ચોથી વખત આ બેઠક પર કમળ ખીલશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જોકે અન્ય રાજકીય પાર્ટીઓ હજુ પોતાના ઉમેદવારના પત્તા ખોલ્યા નથી. અને ભાજપના ઉમેદવાર સામે વિપક્ષનો કોઈ મજબૂત ઉમેદવાર હાલ પૂરતો નહીં હોવાથી ભાજપ દ્વારા બેઠક બિનહરીફ જાહેર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાના ચર્ચાઓ ચાલી હતી. પરંતુ દમણ દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ એ ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ આ વખતે ભાજપ પ્રચંડ બહુમતીથી બેઠક જીતશે તેવો દાવો કર્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2019 માં દમણ દીવ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલ અને ઉમેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરી હતી. ચૂંટણીમાં 87459 નું મતદાન થયું હતું અને પરિણામે પરિણામોમાં ભાજપના લાલુભાઈ પટેલ ને 37597 મતો અને કોંગ્રેસના કેતન પટેલને 27655 મતો મળ્યા હતા. આથી અંદાજે 9,000થી વધુ મતથી જીત થઈ હતી .ગઈ વખતે અપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામેલા ત્રિકોણીય જંગમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ને અંદાજે 20 હજાર મતો મળ્યા હતા આથી અપક્ષ ઉમેદવારે કોંગ્રેસની બાજી બગાડી હતી. 

આ વખતે પણ હજુ સુધી કોંગ્રેસ તરફ થી ઉમેદવારો અંગે કોઈ સંકેત મળ્યા નથી. તો બીજી બાજુ ગઈ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેશ પટેલ આ વખતે પણ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં રહે છે કે કેમ..?? તે પણ એક સવાલ છે. આથી અત્યારે તો એકમાત્ર ભાજપના ઉમેદવારનું પલ્લુ ભારી છે. જોકે આવનાર સમયમાં કેટલા ઉમેદવાર મેદાનમાં ઉતરે છે?? તેને લઈને સૌની મિટ મંડાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news