ગુજરાતમાં આ આગાહી હવે સત્યનાશ વાળશે! આ જિલ્લાઓ માટે ડિસ્ટર્બ કરી મૂકે તેવી આગાહી

Gujarat Weather Forecast: તમને યકીન નહીં થાય પણ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દેશના તથા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે જાણી લો...

કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

1/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચક્રવાત પણ સર્જાઈ શકે છે. આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમા થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. 15 તારીખ સુધીમાં પશ્ચિમ વિક્ષોભની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, હાલમાં ગુજરાતમાં ગરમીની અસર શરૂ થઈ છે. આગામી વિકમાં વાતાવરણ બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. 

આ રાજ્યોમાં થશે અસર

2/9
image

ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનાં ફેરફાર જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા તેમજ હળવો વરસાદ થઈ શકે છે. સાથો સાથ પવન પણ ફૂકાંશે.

પવનની ગતિ વધુ રહેશે

3/9
image

કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા કે હળવો વરસાદ થઈ શકે છે, પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક (kmph), કચ્છમાં 20kmph કરતા વધું, ઉત્તર ગુજરાતમાં 15-20kmph, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે. આંચકાનો પવન 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જવાની શક્યતાઓ રહેલી છે.

18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે

4/9
image

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, તારીખ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો થશે.

10 તારીખથી જ પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

5/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. વધુમાં કહ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે.

રાજ્યમાં એકાએક ઠંડી વધી

6/9
image

રાજ્યમાં થોડા દિવસો પહેલાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે, ગરમી વધી રહી છે બપોરે લૂ વાય એવો તકડો પડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગરમી વધવાની સંભાવના છે. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં  પડે. 

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે

7/9
image

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 

રાજ્યમાં ગરમી વધશે

8/9
image

રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. 2 થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા છે. 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. આગામી 11 માર્ચથી 29 માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ છે. જેના પગલે 11-12 માર્ચના 35, 13થી 16 માર્ચ દરમિયાન 34, 17થી 29 માર્ચ દરમિયાન 36થી 39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે. કારણ કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ 11 તારીખથી શરૂ થઈ રહી છે. 

અરબી સમદ્રમાં હલચલ

9/9
image

18થી 20-21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ વિક્ષોભ (ઉત્તર ભારતના ભાગોમાં) આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમદ્રમાં હલચલ થવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. 9 અને 10 માર્ચના રોજ રાજસ્થાનને બાદ કરતા ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. IMD એ 13 અને 14 માર્ચના રોજ હિમાલયી રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ કે હિમવર્ષાની આગાહી કરી છે. વીજળી પણ પડી શકે છે. 11થી 13 માર્ચ સુધી હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોમાં વીજળી પડવાની સાથે તોફાન માટેનું યલ્લો એલર્ટ પણ જાહેર કરાયું છે. જોકે, હવે માહોલ અલગ છે.