ચેતન પટેલ/સુરત :દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગોડસેના જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. લિંબાયત ખાતે ગાંધીજીના હત્યારા ગોડસેના જન્મદિવસની હિન્દૂ મહાસભા દ્વારા ઉજવણી કરાઈ હતી. જેના બાદ સુરતમાં ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરનારા શખ્સો સામે કાર્યવાઈ કરવામાં આવી છે. લિંબાયત પોલીસે નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના લોકોની અટકાયત કરી છે.


PSI પત્નીનો પોલીસ સામે જંગ, ‘ન્યાય નહિ આપો તો આત્મવિલોપન કરીશ...



સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ માથે 'શનિ' ભારે, અશ્રુધારા સાથે 'પરી' ની અંતિમ વિદાય


કાર્યકરો દ્વારા નાથુરામ ગોડસીની તસવીર હનુમાન મંદિરમાં મૂકવામાં આવી હતી, અને તેની સામે 109 દીવા પ્રગટાવવામા આવ્યા હતા. ત્યારબાદ મંદિરની અંદર જ ભજન ગાઇ લાડુનો પ્રસાદ વહેંચવામા આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આ બનાવમાં જન્મદિનની ઉજવણી કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામા આવી રહી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV