મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે મહિલાઓ કે સગીરા પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવ કાગડાપીઠ વિસ્તારમાં બન્યો જે સાંભળીને રૂવાટા ઉભા થઇ જાય. 10 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ જઇ ખાટલામાં સુવાડી તેને ચુંબનો કર્યા. જોકે ફરાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોભીયાનો માલ ધુતારા ખાય: ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ

રાયપુર દરવાજા પાસે એક ચાલીમાં 30 વર્ષીય મહિલા તેના પરિવાર રહેતી જેને તેમની 10 વર્ષની પુત્રીને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ બાદમાં પરત આવતી હતી, ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો. ઉમેશે સગીરાને બિસ્કિટ અપાવવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો અને તેને ખાટલામાં સુવાડી અને બાદમાં તેને ચુંબન કરવા લાગ્યો. સગીરા પાડોશીના આ વર્તનથી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી હતી. બાદમાં રડતા રડતા સગીરા ઘરે પહોંચી અને તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી.


ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ફરી બેઠા થવાની સુરતીઓની ધગશને યુનેસ્કોએ આપ્યો એવોર્ડ

આસપાસના લોકો ત્યાં ઉમેશના ઘરે પહોંચ્યા તો તે ઘર બન્ધ કરીને ફરાર થઇ જતા પોલીસે આરોપીને તેના મામાના ઘરેથી ઝડપી પાડ્યો. આ જે ચાલીમાં બનાવ બન્યો ત્યાં આવા અનેક પ્રકારના દુષણો ચાલી રહ્યા છે. પોલીસ પણ આ ચાલીના લોકોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. આગામી સમયમાં આવા પ્રશ્નો ઉભા ન થાય તે માટે તંત્ર તરફથી નક્કર પગલા ભરાય તેવું પોલીસ પણ ઈચ્છી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube