અમદાવાદ: નવી સિવિલમાં નવજાત જોડીયા બાળકોના મોત, પરિજનોએ કરી ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડા મહિનાઓ પહેલા ખુલ્લી મુકવામાં આવેલી નવી સિવિલ હોસ્પીટલ વધુ એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે સર્જાયેલા વિવાદનું કારણ છે. 7 જુલાઈના રોજ જન્મેલા બે જોડિયા બાળકોના મોત થયા છે. 26 અઠવાડિયામાં જન્મેલા જોડિયા બાળકોને NICUમાં સારવાર આપવામાં આવી પરંતુ ડોકટરો તરફથી યોગ્ય સારવાર ન મળતા પ્રથમ બાળક જન્મના 32 કલાક અને બીજું બાળકનું એક અઠવાડિયામાં મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
અતુલ તિવારી/અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડા મહિનાઓ પહેલા ખુલ્લી મુકવામાં આવેલી નવી સિવિલ હોસ્પીટલ વધુ એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે સર્જાયેલા વિવાદનું કારણ છે. 7 જુલાઈના રોજ જન્મેલા બે જોડિયા બાળકોના મોત થયા છે. 26 અઠવાડિયામાં જન્મેલા જોડિયા બાળકોને NICUમાં સારવાર આપવામાં આવી પરંતુ ડોકટરો તરફથી યોગ્ય સારવાર ન મળતા પ્રથમ બાળક જન્મના 32 કલાક અને બીજું બાળકનું એક અઠવાડિયામાં મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
ઉચ્ચ સુવિધાઓથી સુજ્જ 1200 બેડ ધરાવતી નવી સિવિલ હોસ્પીટલના પીડીયાટ્રીક વિભાગમાં અત્યાધુનિક મશીનરી સાથે રૂમ તૈયાર કરાયા છે. જેમાં તાજા જન્મેલા બાળકને જો કોઈ તકલીફ થાય તો તેને NICUમાં સારવાર આપવામાં આવે છે. જે ડસ્ટ ફ્રી બની રહે તેમજ ઝડપથી બાળકને એક જ રૂમમાંથી તમામ પ્રકારની સારવાર ઉપબલ્ધ થઈ શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સિવિલ દ્વારા કરવામાં આવે છે. પરંતુ મૃત્યુ પામેલા જોડિયા બાળકોના પરિવારજનો આ દાવાઓને ખોટા સાબિત કરી રહ્યા છે.
સુરતની ચીકલીગર ગેંગે પોલીસ પર ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ, એકની ધરપકડ
બાળકોના જન્મ બાદ બાળકીનું 32 કલાક બાદ મોત ઇન્ફેકશનના કારણે થયાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું તો સાથે જ જન્મના 7 દિવસ બાદ બીજા બાળકનું પણ મોત નીપજ્યું હતું. પરંતુ આ ઇન્ફેકશન માટે જવાબદાર કારણ તરીકે NICUમાં જે રીતે સ્ટાફના કર્મચારીઓ કામગીરી કરે છે. બાળકોના સ્વજનો પ્રવેશે છે સાથે જ NICU વોર્ડમાં જોવા મળતી ગંદકી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ગર્લ્સની સલામતી માટે પોલીસ અપનાવશે આ કિમીયો
26 અઠવાડિયાના પ્રી મેચ્યોર જોડિયા બાળકોને જન્મતાની સાથે જ NICUમાં રાખવામાં આવ્યા હતા. જોડિયા બાળકોનો જન્મ સમય કરતાં વહેલા થયો હતો. સમય કરતાં વહેલો જન્મ થયો હોવાથી સારવાર બાદ બાળકોના મોત થયાનો દાવો પીડીયાટ્રીક વિભાગના CMO અલ્પેશ શાહે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે, સોલા સિવિલથી ગર્ભવતી મહિલાને રેફર કરાઈ હતી. ત્યારબાદ જોડિયા બાળકોનો જન્મ નવી સિવિલ હોસ્પિટલમાં થયો હતો તે સમયે એક બાળકનું વજન 900 ગ્રામ હતું.
વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્ફળ ન જાય માટે 12 કલાક કરે છે આ કામ
બાળકોની પુરેપુરી કાળજી લેવામાં આવી હતી. પરંતુ બાળકોનો જન્મ સમય કરતા વહેલા થયો હોવાથી તેમને બચાવીનાં શકાયાનું પણ પીડીયાટ્રીક વિભાગના CMO અલ્પેશ શાહે જણાવ્યું હતું. સાણંદના ગરોળિયા ગામના રહેવાસી એવા આ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે તમામ સુવિધાઓ નવી સિવિલમાં હોવાના કરાતા દાવાઓ સામે સવાલ ઉભા થયા છે.
જુઓ LIVE TV:
NICU વોર્ડ ક્યાં જ્યાં સ્વચ્છતા જરૂરી છે ત્યાં જ ગંદકીનું સામરાજ્ય હોવાનો પરિવારજનો દાવો છે. ત્યારે યોગ્ય તપાસ સિવિલ તંત્ર દ્વારા થાય અને ભવિષ્યમાં ફરી કોઈ આવી દુખદ ઘટના ન બને અને જોડિયા બાળકોના મોત પાછળ જો કોઇપણ પ્રકારની લાપરવાહી થઈ હોય તો નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે પગલા ભરવામાં આવે તે જરૂરી છે.