વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્ફળ ન જાય માટે 12 કલાક કરે છે આ કામ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાંમાંથી 8 તાલુકામાં મેઘમહેર થવા પામી છે. જ્યારે માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નહિ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોતાનો પાક નિષ્ફળ નહિ જાય એ માટે ગ્રામજનો ગામના મંદિરોમાં કરી રહ્યા છે.

Updated By: Jul 14, 2019, 02:39 PM IST
વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્ફળ ન જાય માટે 12 કલાક કરે છે આ કામ

કિરણસિંહ ગોહિલ, ઓલપાડ: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના નવ તાલુકામાંમાંથી 8 તાલુકામાં મેઘમહેર થવા પામી છે. જ્યારે માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નહિ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોતાનો પાક નિષ્ફળ નહિ જાય એ માટે ગ્રામજનો ગામના મંદિરોમાં કરી રહ્યા છે. 12 કલાકનું ભજન જેમાં ગામના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પભુને પ્રાથના કરી રહ્યા છે કે હે મેઘરાજા મનમૂકી ઓલપાડ તાલુકામાં વરસો. જેથી જગતનો તાત મોટા નુકસાનીમાંથી બચી જાય.

વધુમાં વાંચો:- રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?, 72 કલાક બાદ પણ તપાસનો દોર ચાલુ

આમતો સમગ્ર ગુજરાતમાં અંધારું થતા બધા પોતાના મકાનોમાં સુઈ જાય. પરંતુ ઓલપાડ તાલુકાના લોકોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે જેનું કારણ મેઘરાજા રિસાઈ ગયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ વરસ્યો છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લો પાણી પાણી થઈ ગયો છે પણ માત્ર ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 135 મિમી વરસાદ એટલે કે માત્ર 5 ઇંચ વરસાદ થયો છે. શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ ડાંગરની વાવણી કરી દીધી હતી. જ્યારે કેટલાક ખેડુતોએ વાવણી પણ કરી નોહતી પણ હવે વરસાદ ખેંચાઈ જતા અને નહિવત વરસાદના પગલે ખેડૂતો પોતાના પાક નિસફલ જવાની બીકે ફફડી રહ્યો છે.

વધુમાં વાંચો:- માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી

સરકારની યોજના માત્ર યોજના બનીને રહી ગઈ છે. ત્યારે ગયા વરસની જેમ ચાલુ વર્ષે પણ પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઓલપાડ તાલુકાના તેના, બરબોધન અને દીહેણ જેવા ગામોના લોકો વરસાદ નહિ પડતા ભગવાનની શરણમાં પોહચી પ્રાથના કરી રહ્યા છે. સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજ મન મુકીને વરસ્યા છે. ત્યારે સુરતના નવ તાલુકામાંથી માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નથી. જેના કારણે ઓલપાડ તાલુકાના ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો ગત વર્ષે પણ ડાંગરની ખેતીથી વંચિત રહ્યો હતો. સાથે સિંચાઇના પાણી પણ નહીં મળતા ખેડૂતો ની હાલત દયનિય બનવા પામી હતી.

વધુમાં વાંચો:- મહિલા ASI અને કાન્સ્ટેબદના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી

જોકે ચાલુ વર્ષે શરૂઆતમાં સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાની સવારી આવી ચઢી હતી અને શરૂઆતમાં 1થી 2 ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ઓલપાડ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શરૂઆતમાં જેઓએ ડાંગરની વાવણી કરી હતી. તેઓનો પાક નિસફલ ગયો છે અને જે ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા. તેઓ ડાંગરનો પાક લઈ શક્યયા નથી. આવા સમયે વરસાદ ખેંચતા ખેડૂતોની ચિંતા વધવી વ્યાજબી છે. ત્યારે ઓલપાડ તાલુકામાં અત્યાર સુધી 135 મિમી વરસાદ એટલે કે માત્ર 5 ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ભગવાનના શરણમાં પોહચ્યા છે.

વધુમાં વાંચો:- અમદાવાદમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

દિહેણ ગામના ખેડૂતો ભગવાનને ગામના મહાદેવ અને માતાજીની શરણ માં ગયા છે અને સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી ભજન કરી મેઘરાજા ને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો પશુપાલન અને ખેતી પર જીવન જીવનારા લોકો છે અને ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો વરસાદ આધારિત ખેતી કરે છે. કેમકે સરકારે કરોડો રૂપિયા ખર્ચી કેનાલ તો બનાવી છે પણ કેનાલના પાણી કાંઠા વિસ્તારમાં પોહચી શકતા નથી. ત્યારે ચાલુ વર્ષે ઓછા વરસાદના પગલે સ્થાનિકો ભગવાનના શરણમાં જઈ રિસાઈ ગયેલા ઇન્દ્ર દેવ અને મેઘરાજાને મનાવવા 12 કલાકનું ભજન કરી રહ્યા છે. જેમાં ગામની મહિલાઓ પણ જોડાઈ છે 

વધુમાં વાંચો:- ડાંગનો ડંકો: 19 વર્ષીય જીત નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે

ઓલપાડ તાલુકાના ગામડાના લોકો ઠેરઠેર ગામના મંદિરોમાં ભજન કિરતન કરી રહ્યા છે અને ભગવાનને પ્રાથના કરી રહ્યા છે. હે ઈશ્વર ઓલપાડ તાલુકામાં નહિ સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં મનમૂકી વરસો અને અનાજના ભંડારો ભરાઈ એ માટે મનમૂકી મેઘરાજા વરસો એવી પ્રાર્થના કરી રહ્યા છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...