નવનીત દલવાડી/ચેતન પટેલ/અમદાવાદ : કોરોનાની નવી લહેરના ભણકારા વચ્ચે રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં હવે કોરોનાનો સળવળાટ દેખાઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે. પાંચ દિવસ પહેલા ભાવનગરનો ચીનથી ભાવનગર આવેલા શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ચીનથી ભાવનગર પરત ફરેલા પિતા પુત્રી બાદ માતા પણ પોઝિટિવ નીકળ્યા છે. શહેરના સુભાસનગર રહેતો પરિવાર ચીનથી પરત ફરતા ટેસ્ટ કરાયા હતા. જેમાં પિતા પુત્રી અને માતા સહિત ત્રણના રિપોર્ટ કરાયા હતા. જેમાં પિતા અને પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રૂટિન ચેકીંગ દરમ્યાન ફરી ટેસ્ટ કરવામાં આવતા માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પિતા પુત્રીના રિપોર્ટ બાદ માતાનો રિપોર્ટ પણ વધુ તપાસ માટે મોકલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો હતો. ત્યાર બાદ ભાવનગર શહેરમાંથી પણ કેસ દેખાઈ રહ્યા છે. હાલ તમામમાં લક્ષણો દેખાતા BF.7 ની જિનોમ સિકવન્સ  માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ 


નવા વર્ષની ઉજવણી કરવાના હોય તો માંડી વાળજો, કડકડતી ઠંડીની ગુજરાતમાં છે આગાહી


ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, ધ્યાન નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ વધશે


પોલીસ અધિકારીઓના હનીટ્રેપની વાતો માત્ર અફવા, ઘટનાની તપાસ બાદ સામે આવી માહિતી


ખેડૂતોએ અંબાણી કરતા પણ ગજબનું દિમાગ દોડાવ્યું, ઓર્ગેનિક ખેતીથી 95% ખર્ચ ઘટાડ્યો


શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, હવે આ ખેલાડી બન્યો ટી20 ટીમનો કેપ્ટન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube