મેઘા પીપળીયાના ખેડૂતોએ અંબાણી કરતા પણ ગજબનું દિમાગ દોડાવ્યું, ઓર્ગેનિક ખેતીથી 95% ખર્ચ ઘટાડ્યો

Organic Farming કેતન બગડા/અમરેલી : વડીયા તાલુકાના મેઘા પીપરીયા ગામે ખેડૂતે એક અનોખો પ્રયોગ કરીને રવિ પાકમાં અનોખી સિદ્ધિ મેળવી છે. મેઘા પીપરીયા ગામના એક ખેડૂતે પાકમાં ફળદ્રુપતા લાવવા માટે અને જંતુમુક્ત પાક કરવા માટે અવનવા પ્રયોગ કર્યા છે. ત્યારે આ ખેડૂતે રવિ પાકમાં ગોળ અને દૂધનું મિશ્રણ કરીને પાકમાં છટકાવ કરતા પાકમાં વધારો જોવા મળ્યો છે અને પાકમાં ફળદ્રુપતા પણ સારી આવી છે. ખેડૂતે રવિ પાકમાં ઘઉં ચણાનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આવી જ રીતે આ ખેડૂતે મગફળીના પાકમાં દૂધ અને ગોળનું મિશ્રણ છંટકાવ કર્યો હતો, જેને લઈને મગફળીનો ખૂબ જ મબલખ પાક આવ્યો હતો. આ ખેડૂત ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે, ત્યારે આ નવતર પ્રયોગથી પાકને ખાતરની જરૂર પડતી નથી અને પાકમાં જીવાત પણ થતી નથી.

કેવી રીતે બનાવાય છે મિશ્રણ

1/6
image

આ છે વડીયા તાલુકાનું મેઘા પીપળીયા ગામ, જ્યાં એક ખેડૂતે એક અનોખો પ્રયોગ કર્યો છે. દૂધ અને ગોળનું મિશ્રણ કરીને પાકના ફ્લાવરિંગમાં છંટકાવ કરવામાં આવે તો પાકમાં વધારો થાય છે અને પાકમાં કોઈપણ પ્રકારની જીવાત થતી નથી. જેમાં 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ આ બંનેનું મિશ્રણ કરી અને તેમાં થોડું પાણી ઉમેરી અને કોઈ પણ પાક ઉપર પંપ વડે છંટકાવ કરવામાં આવે તો પાકને ચોક્કસ ફાયદો થાય છે. કપાસ મગફળી ઘઉં ચણા જીરું અને અન્યખ જણસોમાં આનો છંટકાવ કરવાથી મેઘા પીપળીયા ગામના ખેડૂતોને સારું એવું રીઝલ્ટ મળ્યું છે. આ છંટકાવ ત્રણ તબક્કામાં કરવાનો હોય છે. પહેલો છંટકાવ 35 દિવસે, બીજો છંટકાવ 45 દિવસે અને ત્રીજો છંટકાવ 55 માં દિવસે પાકમાં કરવાનો હોય છે.

આ મિશ્રણથી 95 ટકા રૂપિયા બચે છે

2/6
image

ખેડૂત ભરત પરસાણા જણાવે છે કે, દૂધમાં 25 જાતના તત્વો રહેલા હોય છે, જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ વિટામીન મિનરલ્સ પ્રોટીન વગેરે પ્રકારના તત્વો આવેલા છે. તો ગોળમાં કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ આવેલા છે. આ બંનેના મિશ્રણના છંટકાવથી પાકને પોષક તત્વો મળી જાય છે અને આનો છંટકાવ કરવાથી પાક ઉપર મધમાખી આવે છે અને મધમાખીના આવવાથી પાકમાં ફલીનીકરણ થાય છે. આ ખૂબ જ મહત્વની વાત છે અને પાકને પણ આનાથી ખૂબ જ ભરપૂર ફાયદો થાય છે. આ એક મિશ્રણ બનાવવાથી ખેડૂતને ₹15 જેટલો ખર્ચ થાય છે, જ્યારે રાસાયણિક કેમિકલ વાપરવાથી ખેડૂતોને 250 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. આમ આ પ્રયોગ કરવાથી ખેડૂતોને પૈસાનો પણ ફાયદો થાય છે અને પોતાના પાકમાં કેમિકલ રહિત પાકનું ઉત્પાદન લઈ શકે છે.

3/6
image

ગુજરાતમાં ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે ત્યારે મેગા પીપરીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી સાથે આ નવતર પ્રયોગ કરી અને ગત વર્ષે મગફળીમાં સારું એવું ઉત્પાદન મેળવ્યું છે. અને આ વર્ષે પણ આ પ્રયોગ કરીને કપાસ મગફળી જીરું વગેરે પાકમાં સારો ઉત્પાદન થશે અને કેમિકલ રહિત પાક થશે તેવુ મેઘા પીપળીયા ગામના ખેડૂત કનુભાઈ ડાંગરે જણાવ્યું.

4/6
image

ધીમે ધીમે ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ખેડૂતો પણ હવે ઓર્ગેનિક ખેતીને સારી રીતે સમજીને ખેતરોમાં રાસાયણિક ખાતરની જગ્યાએ જીવામૃતનો ઉપયોગ કરી રહ્યાં છે. જીવામૃત એટલે કે ગાયનું છાણ ગાયનું મૂત્ર અને અન્ય પદાર્થો તેમાં ભેળવીને આ જીવામૃત બનાવવામાં આવે છે. આ જીવામૃતથી જમીનને ખૂબ જ ફાયદો થાય છે. ત્યારે મેઘા પીપળીયા ગામના ખેડૂત કનુભાઈ ડાંગરે પણ છેલ્લા ચાર વર્ષથી ગોળ અને દૂધના મિશ્રણને પોતાના પાકમાં છંટકાવ કરતા તેમના પાકને ભરપૂર ફાયદો થયો છે અને ગત વર્ષે આ પ્રયોગ તેમણે મગફળીમાં કર્યો હતો અને મગફળીનું ઉત્પાદન પણ સારું આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે રવિ પાકમાં તેમણે જીરાના પાકમાં દૂધ અને ગોળનો છંટકાવ કર્યો છે આથી આવનારા દિવસોમાં જીરાનો પાક સારો થશે તેવું માની રહ્યા છે.  

5/6
image

6/6
image