Heart Attack : ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, ધ્યાન નહિ રાખો તો ગમે ત્યારે લોહીની નસમાં બ્લોકેજ વધશે

Heart Attack Prevention Tips in Winter : જો તમે પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આટલું કરો, નહિ તો લોહીની નસમાં બ્લોકેજ વધશે

 Heart Attack : ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, ધ્યાન નહિ રાખો તો ગમે ત્યારે લોહીની નસમાં બ્લોકેજ વધશે

Heart Attack Alert : આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. જો તમને લાંબુ આયુષ્ય આપશે, તેમજ હૃદય સંબંધિત બીમારીઓને આસપાસ ભટકવા નહિ દે. આ રીતે તમે જાપાનીઓ જેવુ લાંબુ આયુષ્ય જીવી શકશો. 

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

20 વર્ષની ઉંમરથી રૂટીનમાં સામેલ કરો આ આદતો

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.

રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.

કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news