ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પર હજુ 5 દિવસ સંકટના વાદળ ઘેરાયેલા છે. આગામી પાંચ દિવસ હજુ માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે 4 અને 5 એપ્રિલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાની યુવતીની હત્યામાં મોટો ખુલાસો; મોબાઈલથી ઉકેલાયો ભેદ, આટલી ક્રુરતાથી હત્યા..


હાલ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા ગુજરાતભરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય સૌરાટ્રમાં જામનગર, દ્વારકા,  રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 


આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે પડશે વરસાદ


આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી
આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4થી 5 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.


માવતર કમાવતાર થયા...! અંધશ્રદ્ધાળુ જન્મદાતા જ હેવાન બની માસુમ પુત્રીના હત્યારા બન્યા


હાલ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થશે, જ્યારે આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે.


અ'વાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, અરજદારે કહ્યું; 'આ અખંડ દેશ શું ખંડિત કરવો છે'


ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ 
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં પણ રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો આવવાની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચે જતા યેલો અલર્ટ, તો કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. ઉનાળાને બદલે વારંવાર માવઠું થતા ઉનાળુ પાક ઉપર ગંભીર અસર થઇ છે. માર્ચ એપ્રિલની જેમ હજી પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. 26-27 એપ્રિલથી 2 મે સુધી ફરી માવઠું પડશે. જો કે માવઠા પાછળ એક માત્ર કારણ ગ્લોબલ વોર્મિંગ ન હોઈ શકે. ગ્લોબલ વોર્મિંગની સાથે ઘણા જાણ્યા અજાણ્યા બળો પણ કારણ હોઈ શકે છે.


નવા શૈક્ષણિક સત્રથી ધો. 7માં ભણાવાશે 'રણછોડ પગી'નો પાઠ, જાણો કોણ છે રણછોડદાસ રબારી


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મે માસમાં ગરમી આંધી વંટોળ અને વરસાદ રહેવાની શક્યતા છે. 2જી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે અને વાવાઝોડું ઉભું થવાની શક્યતા છે. આ વાવઝોડુ મજબૂત થઈને 11 થી 18 મેં સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. તેનો માર્ગ બાંગ્લા દેશ તરફ જઈ જશે આ દરમિયાન તમિલનાડુમાં વરસાદ થવાની શક્યતા છે. 11- 18 માં દક્ષિણ ઉપસાગરમાં પણ મોજા ઉછળાશે. આ અરસામાં ગંગા જમુનાના મેદાની પ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ગરમી પડશે. મહત્તમ તાપમાન ગંગા જમુનામાં 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જયારે ગુજરાતમાં પણ મહત્તમ 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેલી છે.


RCB Caption ની વાઇફ કોઇ અપ્સરાથી કમ નથી, એક સમયે મળી હતી જાનથી મારવાની ધમકી


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10-11 મેં પછીનો વરસાદ krutika નક્ષત્રમાં હોવાથી સારો વરસાદ કહી શકાય. અરબસાગરમાં પણ 12 મે આસપાસ હલચલ જોવા મળે. અરબ સાગરમાં 25 મેથી 4 જૂન વચ્ચે હળવાથી મધ્ય ચક્રવાત રહેવાની શક્યતા રહેલી છે. જેનો માર્ગ ઓમાન તરફ જાય તો ગુજરાતના પશ્ચિમ ભાગોમાં ઓછો વરસાદની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિના માટે નવી આગાહી કરી છે. જેમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા મે મહિનામાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ માટે અંબાલાલ પટેલની નવી આગાહી શું છે તે જાણી લઈએ. ગુજરાતમાં ક્યારે વાવાઝોડું આવશે અને કયા કયા વિસ્તારોને ધમરોળશે. 


પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનાની 2 તારીખથી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જ્યારે તારીખ 10-11 મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે તારીખ ૧૮ સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. સૂર્ય પ્રચંડ વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડું આવાની શક્યતા છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટ પર જોવા મળશે. આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી જઈ શકે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં તારીખ ૨૫થી આવતા અરબ સાગરમાં પણ ચક્રવાત જોવા મળશે. 


તેમણે આ બાદ અન્ય એક વાવાઝોડાની પણ આગાહી કરી, જે મે મહિનાના અંત અને જુન મહિનાના શરૂઆતના દિવસોમાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 25 મે થી જુનની શરૂઆતમાં વધુ એક ચક્રવાત આવાની શક્યતા છે. અને તારીખ 8 જુન સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. જેના લીધી આહવા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ અને વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા દેખાઈ રહી છે. તો 8 મે બાદ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. જેની અસર બાગાયતી પાકો પર વધુ થશે. 


તેમણે વધુમાં કહ્યું કે, 8 મી જુનથી સાગરમાં પવનોની અદલાબદલી થવાની શક્યતા રહે છે. તેથી મે મહિનાની 20 તારીખ પછી આંદામાન ટાપુ પર ભારે વરસાદની શક્યતા રહેશે. કેરળ કાંઠે ૨૮ મેથી વરસાદની શક્યતા રહેશે. અને 3 જુન થી 8 જુન વચ્ચે કેરળમાં ચોમાસું બેસી જવાની હાલ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહે છે. આમ, એટલે કે ફરી એકવાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે. જોકે, આ વચ્ચે સારી બાબત એ છે કે, લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાથી વાતાવરણ ઠંડુ રહેશે.