RCB Caption ની વાઇફ કોઇ અપ્સરાથી કમ નથી, એક સમયે મળી હતી જાનથી મારવાની ધમકી
Faf du plessis wife Imari Visser: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન ચાલી રહી છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (Faf du plessis) ના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફાફ ડુ પ્લેસિસની સાથે તેની પત્ની ઈમારી વિસર પણ ઘણી ચર્ચામાં છે. આજે ઈમારી વિસરનો જન્મદિવસ પણ છે.
ફાફ ડુ પ્લેસિસની (Faf du plessis) માફક ઈમારી વિસર (Imari Visser) પણ ભારતીય ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ફાફ ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા અને ઈમારી વિસરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
ફાફ ડુ પ્લેસિસે લગભગ 10 વર્ષ પહેલા 23 નંબર 2013ના રોજ ઈમારી વિસર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા ફાફ અને ઈમારીએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. આ સ્ટાર કપલને વર્ષ 2013માં બે જોડિયા દીકરીઓ થઇ, જેનું નામ એમિલી અને ઝોઇ છે.
ઈમારી વિસર (Imari Visser) તેની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની સુંદરતા સામે નિષ્ફળ જાય છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
ઈમારી વિસર (Imari Visser) વ્યવસાયે માર્કેટિંગ મેનેજર છે, જે દક્ષિણ આફ્રિકાની અગ્રણી બ્યુટી કંપની, Nimue Skin Technology માટે કામ કરે છે.
એક ઈન્ટરવ્યુમાં ફાફ ડુ પ્લેસિસે (Faf du plessis) ખુલાસો કર્યો હતો કે વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ તેને અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ગ્રીમ સ્મિથની કપ્તાની હેઠળ ભારતમાં રમાયેલા 2011 વર્લ્ડ કપમાં આફ્રિકાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી.
Trending Photos