નિત્યાનંદ આશ્રમમાં વિવાદ: આજે HCમાં મિસીંગ યુવતીઓની હેબિયસ કોર્પસ પર સુનાવણી
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માંથી બે યુવતીઓ ગુમ થવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી થવાની છે. તો બીજી તરફ હાઈકોર્ટની નોટિસ છતાં પોલીસ બંને મિસીંગ બહેનોને ગુજરાત લાવી શકી નથી. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે બાળ આયોગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે. બાળ આયોગની ટીમ રોજેરોજ આશ્રમમાં તપાસ કરે છે. આયોગે આશ્રમમાં ચાલતી પ્રવૃતિ અંગે તપાસ કરી છે.
અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માંથી બે યુવતીઓ ગુમ થવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી થવાની છે. તો બીજી તરફ હાઈકોર્ટની નોટિસ છતાં પોલીસ બંને મિસીંગ બહેનોને ગુજરાત લાવી શકી નથી. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના મામલે બાળ આયોગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે. બાળ આયોગની ટીમ રોજેરોજ આશ્રમમાં તપાસ કરે છે. આયોગે આશ્રમમાં ચાલતી પ્રવૃતિ અંગે તપાસ કરી છે.
નકલી નોટ કૌભાંડ : અંબાવના સ્વામીનારાયણ મંદિર વિશે વડતાલ મંદિરે ચલાવેલું જુઠ્ઠાણુ સામે આવ્યું, કનેક્શન ખૂલ્યું
પોલીસ હજી બંને બહેનોને શોધી શકી નથી
બંને યુવતીઓ હજી ક્યાં છે તેની હજી કોઈ ભાળ મળી નથી. તો બીજી તરફ, મોટી દીકરી લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદાએ ગઈકાલે ફેસબુકના માધ્યમથી એવિડેવિટ બતાવી હતી, જેમાં બંને બહેનોએ કહ્યું છે કે અમારું અપહરણ નથી થયું. આ સાથે જ ગુજરાત પોલીસે નિત્યાનંદને શોધવા માટે આકાશપાતાળ એક કરી દીધા છે, પણ તેમ છતાં ન તો તે બંને બહેનો કે ન તો નિત્યાનંદ સુધી પહોંચી સુધી છે.
મહેસાણા : નાની અમથી વાતમાં મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દીધી
વાલીઓએ પોલીસ સામે કરી અરજી
તો બીજી તરફ, અમદાવાદ નિત્યાનંદ આશ્રમ કેસમાં ગુરુકુળમાં ભણતા બાળકોના વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેઓએ તપાસના નામે પોલીસની હેરાનગતિ રહેતી હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે. પોલીસ બાળકોને ટોર્ચર કરતા હોવાના વાલીઓએ આરોપ લગાવ્યા છે. તેથી સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને સોંપવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. પોલીસ તપાસના નામે બાળકો સાથે દુર્વ્યવહાર કરતી હોવાના ગંભીર આક્ષેપો કરતી પિટિશન ગિરીશ રાવે હાઇકોર્ટમાં કરી છે. જેમાં પોલીસ સામે એવો આક્ષેપ કરાયો છે કે, તપાસના નામે પોલીસે બાળકોને ખોટી રીતે ગોંધી રાખ્યા છે. વાલીઓને પણ બાળકો સાથે મળવા દેવાતા નથી. તપાસના બહાને પોલીસ બાળકોને ટોર્ચર કરે છે. તેમજ નિત્યાનંદની અશ્લીલ ક્લીપો અને પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવે છે. જેના કારણે બાળકોના માનસપટ પર ગંભીર અસર થાય છે.
ઉજ્જૈન દર્શને જઈ રહેલા વડોદરાના બિલ્ડરની કારને મધ્યપ્રદેશમાં અકસ્માત, ચારના મોત
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બંને યુવતીઓ સામે આવી નથી. તેઓ સતત વીડિયો દ્વારા સંપર્કમાં રહી છે. તેઓ સતત વીડિયો દ્વારા પોતાના માતાપિતા જુઠ્ઠાણુ ચલાવી રહ્યા હોવાનું અને પોતાના માતાપિતાને મળવા માંગતી નથી તેવી વાતો સતત કહી રહ્યાં છે. બંને યુવતીઓ વારંવાર કહી રહી છે કે, આ અમારો પારિવારિક ઈસ્યુ છે. તો બીજી તરફ, પોલીસને પણ આશ્રમમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube