રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સરહદી કચ્છ જિલ્લો અછત અને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. પાણી માટે તરસતા કચ્છમાં ઉનાળાના પ્રારંભે જ કચ્છ જિલ્લાના મોટાભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. મધ્યમ સિંચાઈના 20 ડેમોમાંથી 17 જેટલા ડેમો ખાલીખમ થઇ જતા જિલ્લામાં જળ સંકટ તોળાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : પત્રિકામાં નામ ન છપાવા બાબતે સ્ટેજ પર કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા બે ધારાસભ્યો


ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે વલખા માટે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક થઇ ચૂક્યા છે. ખાલીખમ ડેમોની હાલત જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલમાં 17 ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જ્યારે કે, કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છ જળાશયો સુકાઈ જતા આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.



કચ્છના ડેમોમાં પાણીની સ્થિતિ ટકાવારીમાં
ટપ્પર ડેમ 71.94
ગોધાતડ 0.35
સાંન્નધ્રો 2.41
રુદ્રમાતા 0
નરા 0.7
નિરોણા 0
ભૂખી 1.71
કંકાવતી 1.95
મથલ 1.46
કાયલા 0
સુવઈ 24.76
કાસવતી 0
ગજોડ 0
જંગડીયા 0
ફતેહગઢ 40.86
બેરાચીયા 0
ગજણસર 10.99
કાલાઘોઘા 0
ડોણ 3.07
મિટ્ટી 0

કચ્છના મોટાભાગના ડેમ પાણી સૂકાઈ જતા આ વર્ષ કચ્છના ખેડૂતો અને લોકો અને પશુધન માટે કપરોકાળ ચાલી રહ્યો છે. કચ્છના મોટાભાગના ડેમોમાં થોડાક અંશે પાણીનો જથ્થો બચ્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની વિકટ સ્થિતિ ઉભી થવા ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં માધ્યમ સિંચાઇના 20 ડેમ છે. જેમાં માત્ર 3 ડેમો માં જ પાણી છે. બાકીના ડેમો ખાલીખમ થઈ ચૂક્યા છે. હાલ કચ્છના ડેમોમાં કુલ પાણી 12.90 ટકા જ રહ્યું છે. પરંતુ આકરા ઉનાળામાં કચ્છના ડેમોમાં માત્ર 16.60 ટકા પાણી બચ્યું છે. તો આ પાણી ઉનાળાના અંત સુધી કેમ ચાલશે તે પણ એક સવાલ કચ્છવાસીઓને સતાવી રહ્યો છે.


આકરી ગરમી સહન ન કરી શકનારા 500 ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યા, 20 કોથળામાં ભરી લાશ


હજુ તો ઉનાળાને બે મહિના જેટલો સમય છે. તેવામાં કચ્છના ડેમોની આ સ્થિતિ છે. ડેમનું પાણી આસપાસના ગામો માટે જીવાદોરી સમાન હોય છે. ડેમનું પાણી સૂકાઈ જતા સ્થાનિક લોકો પણ માની રહ્યાં છે કે, ઉનાળામાં પાણીની સમસ્યાનો લોકોને સામનો કરવો પડશે.


કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ છે. છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે, લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. હજુ ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે મે તથા જૂનમાં કચ્છવાસીઓની પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે.