Video : પત્રિકામાં નામ ન છપાવા બાબતે સ્ટેજ પર કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા બે ધારાસભ્યો

કડી ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસના કલોલના ધારાસભ્ય અને બેચરાજીના ધારાસભ્ય વચ્ચે તકરાર થઈ હતી. સ્ટેજ પર લોકોની વચ્ચે જ બે ધારાસભ્યો બાખડી પડ્યા હતા. કડીના ફતેપુરા રાકડીયામાં ઠાકોર સમાજના સમૂહલગ્ન દરમિયાન આ વિવાદ થયો હતો. 

Video : પત્રિકામાં નામ ન છપાવા બાબતે સ્ટેજ પર કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા બે ધારાસભ્યો

તેજસ દવે/મહેસાણા :કડી ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસના કલોલના ધારાસભ્ય અને બેચરાજીના ધારાસભ્ય વચ્ચે તકરાર થઈ હતી. સ્ટેજ પર લોકોની વચ્ચે જ બે ધારાસભ્યો બાખડી પડ્યા હતા. કડીના ફતેપુરા રાકડીયામાં ઠાકોર સમાજના સમૂહલગ્ન દરમિયાન આ વિવાદ થયો હતો. 

કડીના ફતેપુરામાં યોજાયેલા સમૂહ લગ્નમાં પત્રિકામાં નામ મુદ્દે વિવાદ થયો હતો. કડીના કોંગ્રેસના કાર્યકરોનું નામ પત્રિકામાં ન હોવાને લઈને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સ્ટેજ પર બગડ્યા હતા. બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર સામે બળદેવજી ઠાકોરે રોષ વ્યક્ત કર્યો. હતો. તો બીજી તરફ, ભાજપના જુગલજી ઠાકોરનું નામ પત્રિકામાં જોઈને બળદેવજીએ પોતાના ભાષણમાં ભડાશ વ્યક્ત કરી.

તેમણે સ્ટેજ પર કહ્યું હતું કે, દારૂના રવાડે ચઢવાની જે લોકોએ કામગીરી કરી છે તેવા લોકોના તમે નામ લખ્યા છે ત્યારે મારો સખત વિરોધ પણ છે. આવા લોકોના નામ મારે બોલવા પડશે, અને જાહેરમાં બોલીશું અમે. આવા લોકોના નામ લખવાની તમે હિંમત કરી, એ તમે જોવું પડશે. અમારા કડી તાલુકાના લોકો જેલમાં ગયા છે, આવા લોકોથી ચેતવા છે બધાએ. 

પાણીનો પોકાર : ગુજરાતના આ ગામમાં એકાદ-બે ઘડો પાણી મળે તો પણ મહિલાઓ પોતાને નસીબદાર માને છે

સમૂહ લગ્ન જેવા સેવાભાવી કાર્યક્રમમાં બે ધારાસભ્યનો રાજકારણને લઈને મુદ્દો ગરમાયો હતો. જેથી કહી શકાય, કે સારા કાર્યક્રમમાં પણ રાજકારણીઓ રાજકરણને પડતા મૂકીને એક થતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news