અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ
Ahmedabad News : બ્રિજનાં ટેન્ડર 20 ટકાના તોતિંગ વધારા સાથે મંજૂર કર્યા... વાડજ, નરોડા બ્રિજનાં ખાતમુહૂર્ત પહેલાં કોન્ટ્રાક્ટરને 60 કરોડનો વધારો અપાયો
Ahmedabad News : અમદાવાદમાં દિવસેને દિવસે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. આવામાં અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાડજ, નરોડા બ્રિજનાં ખાતમુહૂર્ત પહેલાં કોન્ટ્રાક્ટરને 60 કરોડનો વધારો અપાયો છે. બ્રિજનાં ટેન્ડર 20 ટકાના તોતિંગ વધારા સાથે મંજૂર કર્યા છે. વાડજ જંક્શન પર ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનાવાશે. એક જ કંપનીને કોન્ટ્રાક્ટ, બંને બ્રિજ કુલ 342 કરોડના ખર્ચે તૈયાર થશે.
342 કરોડ કરતાં વધારે ખર્ચ સાથે બનનારા આ બંને બ્રિજ માટે પ્રાઇઝ વેરિએશનની ચુકવણી કરવાની પણ શરત મુકાઈ છે. નરોડા પાટિયા જંક્શન પર ફ્લાયઓવર બનાવવાના કામને ચાર વર્ષ પછી ટેન્ડરિંગની કામગીરીમાં લવાયો છે. આ બ્રિજનું કામ પણ રચના કન્સ્ટ્રક્શનને સોંપાયું છે, જેમાં 3 જંક્શનને આવરી લેવામાં આવ્યા છે. ગેલેક્સી સિનેમાથી દેવી સિનેમા જંક્શન થઈ નરોડા પાટિયા સુધીનો રહેશે. આ બ્રિજ પાછળ 235.39 કરોડનો ખર્ચ થશે. તેમાં પણ કોર્પોરેશને નક્કી કિંમત કરતાં 18.90 ટકા વધારે ભાવ આપ્યો છે.
આ પણ વાંચો :
‘નોકરીમાં સ્ટ્રેસ લઈ ન શક્યો એટલે દૂર જઉં છું’ લખીને ગુમ થયા અમદાવાદના એન્જિનિયર
અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ
વાડજ જંક્શનથી ફોન લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનાવવા ટેન્ડર મંગાવાયા હતા. આ બ્રિજ માટે 107.86 કરોડ મંજૂર કરાયા હતા. ઇન્કમટેક્સથી રાણીપ તરફ 735 મીટર લાંબો ફ્લાયઓવર તથા આરટીઓ તરફથી 5.5 મીટર પહોળો તથા 385 મીટર લંબાઈનો ફ્લાયઓવર રહેશે તથા દધીચિ બ્રિજ તરફ 417.97 મીટર લાંબો અને 9.50 મીટર કેરેજ તથા 8.50 મીટર પહોળાઈનો ટુ લેન અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું છે.
ટ્રાફિકનો ભાર હળવો થશે
વાડજ નરોડા વિસ્તારમાં હવે દિવસને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે આ બ્રિજ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા હલ કરશે. આ બ્રિજને કારણે પ્રતિદિન ત્યાંથી પસાર થતાં 1.75 લાખ વાહનચાલકોને તેનો સીધો લાભ મળશે.
આ પણ વાંચો :
ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વિનાશ સર્જાશે! જાણો આગામી વર્ષોંમાં કેવા આવશે દિવસ
જામનગરમાં ફિલ્મી દ્રશ્યો, પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ