જામનગર: પોલીસ-આરોપીઓ વચ્ચે ફિલ્મો જેવા દ્રશ્યો, આરોપીઓએ કાર ચડાવવાનો પ્રયાસ, પોલીસે ફાયરિંગ કર્યું!

આ અંગેની વિગત એવી છે કે મોરબીથી એક યુવાનનું અપહરણ કરી આરોપીઓ જામનગર તરફ આવતા હોવાની પોલીસને કાને વાત પડતા જામનગર એલસીબીએ જોડિયા પોલીસને નજર રાખવા સૂચના આપી હતી.

જામનગર: પોલીસ-આરોપીઓ વચ્ચે ફિલ્મો જેવા દ્રશ્યો, આરોપીઓએ કાર ચડાવવાનો પ્રયાસ, પોલીસે ફાયરિંગ કર્યું!

મુસ્તાક દલ/જામનગર: જિલ્લામા પોલીસ પર અપહરણના આરોપીઓએ કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ગઇકાલે જોડિયા નજીક પાદરા પાટીયા પાસે પોલીસ નાકાબંધી કરી તપાસમાં હતી. આ દરમિયાન મોરબી તરફથી વાયુ વેગે આવતીકારે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા જોડિયા પીએસઆઇએ સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી બચી ભાગ્યા હતા. જેનો પીછો કરી પોલીસે કેશીયા ગામ નજીક કારને આંતરી લીધી હતી. આ વેળાએ પણ આરોપીઓ કારમાંથી નીચે ઉતરી ભાગી ગયા હતા. છતાં પણ પોલીસે બને આરોપીઓને હાડાટોડા ગામ નજીકથી દબોચી લીધા હતા. 

આ અંગેની વિગત એવી છે કે મોરબીથી એક યુવાનનું અપહરણ કરી આરોપીઓ જામનગર તરફ આવતા હોવાની પોલીસને કાને વાત પડતા જામનગર એલસીબીએ જોડિયા પોલીસને નજર રાખવા સૂચના આપી હતી. જેના પગલે જોડીયા પોલીસ સતર્ક બની psi આર.ડી.ગોહિલે ત્રણ ટીમ બનાવી અલગ અલગ સ્થળે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન સાડા ચાર વાગ્યાના સુમારે મોરબી તરફથી એક સ્કોર્પિયો કાર બેફામ સ્પીડે આવતી હતી. પોલીસને જોઈ આરોપીએ પોતાની કાર પીએસઆઇ ગોહિલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસ હટી જતા સ્ટાફ પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આરોપીઓએ કાર આમરણ તરફ હંકારી મૂકી હતી.

જેને પગલે પીએસઆઇ ગોહિલએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વર કાઢી હતી. આરોપીઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક રાઉન્ડ મિસ ફાયરને પગલે આરોપીઓ પોલીસને હાથ તાળી આપી મુઠીળું વાળી દીધી હતી. આથી પોલીસે આરોપીઓનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.જ્યા કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ આરોપીઓ મળ્યા ન હતા. બાદમાં એક કલાકની જહેમત બાદ બંને આરોપીઓ હાડાટોડાની સીમમાંથી મળી આવ્યા હતા. જેથી પોલીસે મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા સલીમ દાઉદ માણેક અને મોરબીમાં વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર નામના બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સતિષભાઈ મેરજાનું સૂર્યા પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં હિતેશ રામાવત નામના લેબર કોન્ટ્રાક્ટરના માણસો કાર્યરત છે. આ કોન્ટ્રાક્ટર સાથે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના રશીદાબેન હનીફભાઈ જામ તેમની દીકરી સાઈના જામ તેમજ શાહીન અને મુસ્કાન ઉંમર ભાઈ સોઢા તથા તેની બેન નાઝમીન, સમીના તથા અસ્મિતા અને રિયા તેમજ આરીફ તથા મહેબૂબ નામના માણસો કામ કરે છે. ગઈકાલે બપોરે કારખાનામાં અગાઉ કામ કરતી ગોવાણીયા ગામની માયા નામની યુવતી કારખાને આવી હતી અને મુસ્કાનને ખરીદ કરવાના બહાને બજારમાં લઈ ગઈ હતી દરમ્યાન લેબર કોન્ટ્રાક્ટર પીપળી ગામેથી વેપાર કરીને પરત આવતા તેઓને આ બાબતની જાણ થઈ હતી.

માતાએ ના પાડવા છતાં મુસ્કાન માયા સાથે ગઈ હોવાનું ધ્યાને આવતા લેબર કોન્ટ્રાક્ટર તાત્કાલિક માયા અને મુસ્કાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને નવયુગ સિલેક્શનમાં ખરીદી કરવા ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ લેબર કોન્ટ્રાક્ટર ઉપરોક્ત સ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં બંને મહિલાઓ જોવા મળી ન હતી. દરમ્યાન મહેશ્વરી કોલ્ડ્રીંક્સ નામની દુકાન નજીક વિજય ટોકીઝ પાસેથી આ બંને મળી આવી હતી. જેને લઈને લેબર કોન્ટ્રાક્ટર રામાવતે બંને મહિલાઓને સાથે રાખી નવયુગ સિલેક્શન પહોંચ્યા હતા પરંતુ આ બંને મહિલાઓ અગાઉ આ દુકાને ખરીદી કરવા આવી ન હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન માયાએ ફોન કરીને અન્ય કોઈ શખ્સને બોલાવી લીધો હતો.

થોડી જ વારમાં સ્થળ પર પહોંચેલ સલીમભાઈ નામના શખ્સને માયાએ કહ્યું હતું કે તું શા માટે છોકરીઓને લેવા આવેલ છો? એમ.કહી કોન્ટ્રાક્ટર હિતેશભાઈ પર હુમલો કરી માર મારી દુકાન બહાર કાઢી ધોલ ધપાટ કરી હતી. જ્યાં તેની સાથે રફીક નામનો શખ્સ જોડાયો હતો અને બંને શખ્સોએ હિતેશભાઈ પર હુમલો કરી ઠીકા પાટુનો માર મારી ઢસડીને શોરૂમની બહાર રોડ પર લઈ ગયા હતા ને રોડ બહાર કાળા કલરની તભજ્ઞિાશજ્ઞ માં બળજબરીથી બેસાડી દીધેલ, ત્યારબાદ સલીમ અને રફીકે કાર જડેશ્વર મંદિર તરફ પુરપાટ હંકારી દીધી હતી, ચાલુ કારે પણ સલીમે હિતેશભાઈ ને માર માર્યો હતો. દરમિયાન જડેશ્વર મંદિર પાસે લેબર કોન્ટ્રાક્ટરને કારમાંથી ઉતારી દઈ આરોપીઓ રેલવે સ્ટેશન તરફ નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે હિતેશભાઈએ મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news