ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 282 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 352 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,894 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,879 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,937 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,001 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ પણ વાંચો:- PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ જિલ્લાના આપશે સૌથી મોટી ભેટ


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 78 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 17, સુરતમાં 15, રાજકોટ કોર્પોરેશનમાં 13, વલસાડમાં 13, પંચમહાલમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 10, ભરૂચમાં 9, બનાસકાંઠામાં 8, વડોદરામાં 8, આણંદમાં 6, અરવલ્લીમાં 6, જામનગર કોર્પોરેશનમાં 6, કચ્છમાં 6, નવસારીમાં 6, જામનગરમાં 5, ખેડામાં 5, અમરેલીમાં 4, છોટાઉદેપુરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 3, અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 2, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 2, મોરબીમાં 2, સાબરકાંઠામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે.


આ પણ વાંચો:- ગુજરાતની આ બહેનો દેશભરમાં પહોંચાડશે તેમણે બનાવેલી વસ્તુઓ, આ રીતે બનશે આત્મનિર્ભર


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 138 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 37, સુરત કોર્પોરેશનમાં 12, સુરતમાં 12, વલસાડમાં 18, પંચમહાલમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 17, ભરૂચમાં 7, બનાસકાંઠામાં 2, વડોદરામાં 7, આણંદમાં 3, જામનગર કોર્પોરેશનમાં 8, કચ્છમાં 5, નવસારીમાં 7, ખેડામાં 3, અમરેલીમાં 4, છોટાઉદેપુરમાં 1, તાપીમાં 1, અમદાવાદમાં 3, ગાંધીનગરમાં 7, મહીસાગરમાં 3, મોરબીમાં 1, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 5 અને મહેસાણામાં 20 દર્દીઓ સાજા થયા છે.


આ પણ વાંચો:- માથાભારે પત્ની પતિને ધક્કા મારતી ઘરે લઈ ગઈ, કહ્યું- આજ તો તુજે પૂરા કર દૂંગી અને પછી...


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,44,944 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1343 ને રસીનો પ્રથમ અને 4474 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 638 ને રસીનો પ્રથમ અને 862 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 32,905 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 527 ને રસીનો પ્રથમ અને 3358 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 3,00,837 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,22,79,432 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube