ગુજરાતની આ બહેનો દેશભરમાં પહોંચાડશે તેમણે બનાવેલી વસ્તુઓ, આ રીતે બનશે આત્મનિર્ભર
જિલ્લાભરમાં અનેક સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ચીઝ વસ્તુમાંથી બનાવેલ પ્રોડક્ટને રાજ્યની સાથે દેશભરમાં પૂરતું માર્કેટિંગ મળી રહે અને સખી મંડળની બહેનો પોતે આત્મનિર્ભર બનીને વધુ પગભર થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા
Trending Photos
ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત જૂનાગઢની સખી મંડળની બહેનોએ બનાવેલ પ્રાકૃતિક ચીઝ વસ્તુનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું. જેનાથી સખી મંડળની બેહનો દેશભરમાં માર્કેટિંગ કેરીને આત્મનિર્ભર બની શકે.
જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આજે DDO અને પ્રમુખ સહીત અધિકારીની ઉપસ્થિતિમાં રાજ્યમાં પ્રથમ વખત જૂનાગઢની સખી મંડળની બહેનો દ્વારા તોરણ, ગાયના છાણમાંથી ઘડિયાળ સ્ટેન્ડ, મોતીની માળા, ઘર સજાવટની અલગ અલગ ચીઝ વસ્તુનું સોશિયલ મીડીયાના માધ્યમથી (એમેઝોન) દ્વારા ખાસ સાઈટ બનાવીને જિલ્લા પંચાયત ખાતે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
જિલ્લાભરમાં અનેક સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ચીઝ વસ્તુમાંથી બનાવેલ પ્રોડક્ટને રાજ્યની સાથે દેશભરમાં પૂરતું માર્કેટિંગ મળી રહે અને સખી મંડળની બહેનો પોતે આત્મનિર્ભર બનીને વધુ પગભર થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. ત્યારે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ પહેલ કરીને મહિલાઓ માટે ઉત્કર્ષ કામગીરી શરૂઆત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે