અમદાવાદ : કોરોનાને પગલે સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન લગાવાયા બાદ હવે અનલોક 1 ની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસાર તબક્કાવાર તમામ પરવાનગીઓ આપવામાં આવી રહી છે. તેવી જ રીતે 8 તારીખથી મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોને પણ પરવાનગી મળવાની શક્યતાઓ છે. જો કે અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડલાસ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્રહરોળના લડવૈયા: 4 પોલીસ કર્મચારીઓ કોરોનાને પરાસ્ત કરી પરત ફર્યા, થયું ભવ્ય સ્વાગત

બીએપીએસ દ્વારા મંદિરો નહી ખોલવાની પ્રથમ જાહેરાત
સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ અલગ અલગ પંથો છે. જેમાં બીએપીએસ દ્વારા કોઇ પણ મંદિર 15મી તારીખ સુધી નહી ખોલવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 તારીખે કદાચ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તેમ છતા પણ બીએપીએસનાં તમામ મંદિરો કોરોનાની સ્થિતીને જોતા 15 તારીખ પછી સ્થિતી અનુસાર નિર્ણય લેશે. 


ભરૂચ : હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, દર્દથી કણસતા કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને પતરા ચીરીને બહાર કઢાયો

વડતાલ ટ્રસ્ટનો પણ નિર્ણય
વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ લાઇન અનુસાર મંદિર ખોલવાની 8 જૂને છુટ મળી શકે છે. જો કે કોરોના મહામારીનાં કારણે અને જે પ્રકારે કેસ વધી રહ્યા છે તે જોતા 17 જૂન સુધી મંદિર નહી ખોલવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટનાં તાબા હેઠળ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર પણ આવે છે. 


રાજકોટ : પાડોશી દંપતીની બેરહેમીથી હત્યા કરનાર કોન્સ્ટેબલને 25 વર્ષની સજા ફટકારાઈ

કાળુપુર સ્વામીનારાયણ મંદિર
કાળુપુર સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાની સ્થિતીને જોતા 17 જૂન સુધી મંદિરો નહી ખોલવા માટેનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ઓનલાઇન દર્શન કરી શકાશે. પરંતુ કોઇએ મંદિર  નહી આપવવા માટેની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરો ખુલ્યા બાદ પણ સરકારી ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરવામાં આવશે. એક સમયે 20થી વધારે લોકોને મંદિરમાં પ્રવેશ નહી આપવામાં આવે અને માસ્ક તથા સેનિટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર