ઝી બ્યુરો/વલસાડ: દુષ્કર્મ અને જમીન ઉપર કબજો કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા સંત આસારામ બાપુનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવાના મામલે વિડીયો અને ફોટો વાયરલ થતા 10 મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ડિસેમ્બરનું પિક્ચર બાકી છે, જાણો શું છે ભયાનક આગાહી?


દુષ્કાળમાં અને જમીન હડપવાના કેસમાં હાલમાં જેલમાં સજા ભોગવી રહેલા સંત આસારામ બાપુ અને નારાયણ હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં વસતા તેમના ભક્તો અને અનુયાયો દ્વારા આસારામ બાપુના માર્ગો પર ચાલી વારે તહેવારે કાર્યક્રમમાં કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે આસારામ બાપુના અધ્યક્ષ પણ હેઠળ દર વર્ષે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. ત્યારે આસારામ બાપુ અને તેમના પુત્ર નારણસાઈ જેલમાં હોવાના કારણે તેમના ભક્તો સેવકો બાપુના આ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે. 


વરસાદે 'ભારે' કરી! આ જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો બજારોમાં દોડ્યા


ત્યારે કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીના ભાગરૂપે તેમણે આસારામ બાપુનો ફોટો મૂકી તેમજ વિદ્યાર્થીઓના વાલી માતા-પિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેથી આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામ બાપુનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી. જે બાબતોનો ફોટો અને વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 


ગુજરાતની જનતા ઉપર કોની પનોતી બેઠી છે તે ખબર નથી પડતી, કોંગી નેતાના આ નિવેદનથી ખળભળાટ


જે બાબતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા પંચાયત વલસાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક અધ:પતન/ગુનાહિત વ્યકિતનો આસારામજી ફોટો તથા આશારામજી બાપુ દ્વારા 14 ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસના” લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શિક્ષકોને માતૃ-પિતૃવંદના કાર્યક્રમ બાબતે કચેરીએથી સંબંધિત 33 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. 


બાબા વેંગાની 2024 માટે ઘાતક ભવિષ્યવાણીઓ, ખુબ ચર્ચામાં રહેતા આ રાજનેતાનું થશે મોત?