બ્રિજેશ દોશી/ગાંધીનગર :કોરોના મહામારી સામે ગુજરાતના સાંસદોએ સહાયની જાહેરાત તો કરી દીધી પણ સાંસદ નિધિના નિયમો હેઠળ આ પ્રકારની કોઈ ગ્રાન્ટ ફાળવી શકાય તેમ નહોતી. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરેક સાંસદ પોતાની આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતવિસ્તારના વિકાસકાર્યો માટે કરતા હોય છે. પરંતુ 2 દિવસ પહેલા કોરોના (corona virus) મહામારી સામે લડવા માટે નવસારીના ભાજપના સાંસદ સીઆર પાટીલે રૂપિયા 1 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ અન્ય સાંસદો સામે આવ્યા છે. ડો. કિરીટ સોલંકી, વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, હસમુખ પટેલ, રંજનબેન ભટ્ટે પોતાના મતવિસ્તારમાં વેન્ટિલેટર, સેનેટાઇઝર માસ્ક સહિતની વસ્તુઓ ખરીદવા માટે ગ્રાન્ટ ફાળવી છે. જોકે સાંસદ નિધિના નિયમો અનુસાર કોઈ ચોક્કસ રોગ માટે આ પ્રકારની ગ્રાન્ટ ફાળવવાની કોઈ જોગવાઈ નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિના પહેલા દિવસે આવ્યા ખુશખબર, અમેરિકામાં તૈયાર થઈ Corona virusની દવા 


કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ખજાનચી અહમદ પટેલે જ્યારે પોતાના જિલ્લા કલેક્ટરને આ પ્રમાણે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી ત્યારે તેમને જવાબ મળ્યો કે, આ પ્રકારે ગ્રાન્ટ ફાળવવાના કોઈ નિયમો નથી. જેના કારણે અહેમદ પટેલે એક કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાહતનિધિમાં જમા કરાવ્યા. જોકે મોડી સાંજે સરકારનો એક પરિપત્ર જાહેર થયો જેમાં સાંસદ નિધિ માટેના નિયમોમાં એક વખત પૂરતો બદલાવ કરવામાં આવ્યો. જેના કારણે કોરોના સામે લડાઈમાં તમામ સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવી શકશે. 


લોકડાઉન વચ્ચે CM રૂપાણીની મોટી જાહેરાત, ગરીબોને 1 મહિનો મફત અનાજ મળશે


મોડી સાંજે કોંગ્રેસ સાંસદ શશી થરુરે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. થરૂરના દાવા પ્રમાણે તેમણે પ્રધાનમંત્રી મોદીને આ અંગે મૌખિક રજૂઆત કરી હતી. જેના આધારે સરકારે સાંસદ નિધિના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે કોઇપણ સાંસદ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં સાધનસામગ્રી ખરીદવા માટે કરી શકશે. જેનો અર્થ એ થયો કે મોટાભાગના સાંસદોને સાંસદનિધિના નિયમો વિશે માહિતી નહોતી કે પછી તેઓ અજાણ હતા. જોકે સારી વાત એ છે કે હવે તમામ સાંસદો કોરોના સામેની લડાઈમાં ગ્રાન્ટ ફાળવી શકશે અને આરોગ્ય સુવિધાઓ મજબૂત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર