લોકડાઉન વચ્ચે CM રૂપાણીની મોટી જાહેરાત, ગરીબોને 1 મહિનો મફત અનાજ મળશે

કોરોનાના કહેર (corona virus) વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગરીબોની હાલત કફોડી બની છે. રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે. 

લોકડાઉન વચ્ચે CM રૂપાણીની મોટી જાહેરાત, ગરીબોને 1 મહિનો મફત અનાજ મળશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કહેર (corona virus) વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગરીબોની હાલત કફોડી બની છે. રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

Social Distancingનો ગુજરાતનો આ પ્રયોગ આખા દેશમાં વખાણાઈ રહ્યો છે 

તેમણે કહ્યું કે, આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે. 

Social Distancing : કેબિનેટ બેઠકમાં અંતર જાળવીને બેસ્યા પીએમ મોદીના મંત્રીઓ 

વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતિમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી કે, ગુજરાતના નાગરિકો આ 21 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય. આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news