આજે 18 સપ્ટેમ્બરે હવામાન વિભાગની આગાહી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 10 થી જિલ્લાઓ પર મોટી ઘાત
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં આજે પણ યથાવત્ રહેશે વરસાદનું જોર.. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પડશે ધોધમાર વરસાદ..
Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ. રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આમ, ગુજરાત માટે હજુ 4 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ એલર્ટ પર છે. પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં આજે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આજે 18 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે એટલે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
1970 બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર
19 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે.
20 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અહેવાલ : 7 જિલ્લાની શાળામા રજા, સવારથી 91 તાલુકામા મેઘમહેર
21 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
હજી ક્યા વરસાદની આગાહી
3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેસર સક્રિય થતાં વરસાદનું જોર યથાવત રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. આજે કચ્છ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.
નર્મદામાં પૂરથી 15 ટ્રેનો કેન્સલ કરાઈ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો રોડ પણ બંધ કરાયો
રાજ્યમાં વરસાદના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના મેદરડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના જ વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના મહેસાણા સીટી, સાબરકાંઠાના ઈડર અને મોરબીના હળવદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને કારણે વરસાદના કારણે પાણીની શહેરમાં આવક થઈ છે. સાબરમતી નદીમાં પણ પાણીનું સ્તર વધ્યું છે. સાબરમતી પાણીની આવકના પગલે વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાંથી 7500 ક્યુસેક, નર્મદા મેન કેનાલમાંથી 9470 ક્યુસેક થઇ કુલ 18400 ક્યુસેક પાણીની આવક થઈ છે. 10 દરવાજા મારફત 12980 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડતાં નીચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે. નવાપુરા, સરોડા, પાલડી કાકાજ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલ વાસણા બેરેકની સપાટી હાલ 127.50ની સપાટીએ પહોંચી છે.
નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરોના એક માળ પાણીમાં ડૂબ્યા