ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અહેવાલ : 7 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, સવારથી 91 તાલુકામાં મેઘમહેર

Gujarat Rain : રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો... આજે 7 જિલ્લાની શાળામાં રજા જાહેર... દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, અરવલ્લી અને નર્મદામાં  શાળાઓમાં રજા જાહેર 
 

ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અહેવાલ : 7 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, સવારથી 91 તાલુકામાં મેઘમહેર

Gujarat Weather Forecast : રાજ્યભરમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો રવિવારે ગુજરાતના 186 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે 7 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, અરવલ્લી વડોદરા જિલ્લા અને ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શનિવાર રાતથી રાજ્યભરમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું, અને તેઓને સલામત સ્થળે ખસેડાયા છે. 

રાજ્યમાં વરસાદના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના મેદરડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના જ વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના મહેસાણા સીટી, સાબરકાંઠાના ઈડર અને મોરબીના હળવદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને કારણે વરસાદના કારણે પાણીની શહેરમાં આવક થઈ છે. સાબરમતી નદીમાં પણ પાણીનું સ્તર વધ્યું છે. સાબરમતી પાણીની આવકના પગલે વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાંથી 7500 ક્યુસેક, નર્મદા મેન કેનાલમાંથી 9470 ક્યુસેક થઇ કુલ 18400 ક્યુસેક પાણીની આવક થઈ છે. 10 દરવાજા મારફત 12980 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડતાં નીચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે. નવાપુરા, સરોડા, પાલડી કાકાજ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલ વાસણા બેરેકની સપાટી હાલ 127.50ની સપાટીએ પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ સવારે 6 કલાકે સ્થિતિ 
પાણીની સપાટી - 138.68 મિટર
પાણીની આવક - 7,15,327 ક્યૂસેક
પાણીની જાવક - 5,95,000 ક્યૂસેક

ભારે વરસાદની આગાહીના પગલે અરવલ્લીની શાળાઓમા રજા જાહેર કરવામા આવી છે. કલેક્ટરે ટ્વીટ કરી આ માહિતી આપી છે. આજ રોજ તા.18/09/2023ના રોજ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈને સાવચેતીનાં ભાગરૂપે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે જેની નોંધ લેવા તમામને અનુરોધ કરાયો છે. 

ભરૂચમાં પૂરની સ્થિતિ
નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે. ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર,  વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે. ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. 

NDRFની 10 ટીમ તૈનાત
ગુજરાતમાં NDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRF ની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ ખડેપગે છે. પંચમહાલ અને અરવલ્લીમાં એક-એક ટીમ તૈનાત કરાઈ છે. વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક-એક ટીમ સ્ટેન્ડ બાય મૂકાઈ છે. 

હજી ક્યા વરસાદની આગાહી 
3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેસર સક્રિય થતાં વરસાદનું જોર યથાવત રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. આજે કચ્છ,  દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 

ત્યારે વાત કરીએ તો રવિવારે ગુજરાતના 186થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.. જેમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે... ભારે વરસાદના કારણે 7 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે... દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, વડોદરા જિલ્લા અને ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news