મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદની વી.એસ. હોસ્પિટલની અત્યાર સુધીની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. જેમાં એક નર્સની બેદરકારીથી એક માસુમ બાળકીનો અંગૂઠો કપાયો છે. સરકારી હોસ્પિટલમાં કામ કરતી નર્સ એવી તો કેવી હશે કે, તેનાથી માસુમનો અંગૂઠો કપાઈ ગયો. ત્યારે બાળકીની આંગળીનો ભાગ કાપી નાખનાર સિસ્ટર સોનાલીબેન પટણી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. 


ગુજરાતનો દિલદાર ખેડૂત : 8 દિવસથી ભૂખી ગાયો માટે પોતાનુ બાજરીનું ખેતર ખુલ્લુ મૂક્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહેનૂર મોહમદ મોસીન કુરેશી નામની એક બાળકીની વી.એસ હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને વી.એસ હોસ્પિટલમાં 29 મેના રોજ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રવિવારે રજા આપતી વખતે વીગો (હાથમાં લાગેલી સોઈ)  કાપવા જતા નર્સ દ્વારા બાળકીનો અંગૂઠો પણ કપાયો હતો. હાલ બાળકીને ટાકા લેવા પડ્યા છે, ત્યારે કોઈ લેવાદેવા વગર 6 મહિનાની આ બાળકીનો અંગૂઠો કાપી નાંખવામાં આવ્યો છે. આ ઘટના બહાર પરિવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો. 6 માસની માહેનૂરની આંગળી કાપનાર નર્સની સામે કાર્યવાહી કરવા પરિવાજનોએ માંગ કરી છે. 


રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે


RMOએ કહ્યું, નર્સ સામે પગલા ભરીશું
આ ઘટના પ્રકાશમાં આવતા વી.એસ હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, પાટો કાપવા જતાં નર્સે બાળકીનો અંગૂઠો કાપ્યો છે. અમે નર્સ સામે પગલાં ભરીશું. 


પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના


પણ, સવાલ એ થાય છે કે, આ ઘટના સામે આવતા જ નર્સ સોનાલીબેન પટણી બધાની નજર સામેથી ફરાર થઈ ગઈ હતી. હજી તાજેતરમાં જ હોસ્પિટલમાં બે મૃતદેહોની આપલે થઈ હતી, તે મામલે પણ હજી તંત્ર ચૂપ છે. ત્યારે બાળકી સાથે બનેલી આ ઘટના બાદ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા શું પગલા લેવાય છે તે જોવું રહ્યું. આ સમગ્ર મામલે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરીને કસૂરવાર સામે પગલા લેવામાં આવશે. આરોપીને માફ કરવામાં નહિ આવે.