રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદ બાદ થયેલા નુકસાનના વળતર માટેની રાહ જોઈ રહ્યાં છે. કચ્છમાં ખેડૂત પાસેથી 12,000ની લાંચ લેતા બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ


ખેડુતે સરકારી યોજનાના લાભ માટે કરેલી સહાય મંજુર થઇ હતી. જેની અવેજીમાં બાગયાત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ કણજરીયાએ તેમની પાસે 12,000 રૂપીયા લાંચની માંગણી કરી હતી. ખેડુતે આ અંગે ACB માં જાણ કરતા ભુજ ACB એ છટકુ ગોઠવી 12,000 ની લાંચ લેતા તેને ઝડપી પાડ્યો હતો.


આ પણ વાંચો:- પતી પત્ની ઓર વો: પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ કર્યું આ કામ...


કાર્યવાહી ચાલુ હોતા હજુ વધુ વિગતો સામે આવી નથી. પરંતુ ACB એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સરકારી વિભાગમાં કટકીનો કિસ્સો સામે આવતા સમગ્ર કચ્છમાં લાંચીયા અધિકારીની ચર્ચાસ્પદ બન્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર