નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ

31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યું છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ

ગાંધીનગર: 31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યું છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.

સરકારે પાંચ વર્ષમાં રૂ. 2184 કરોડનું ચુકવ્યું વ્યાજ
લોન વ્યાજની ચૂકવણી અંગે વિગતો આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2014-15માં 365 કરોડ, વર્ષ 2015-16માં 514 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ, વર્ષ 2017-18માં 430 કરોડ અને વર્ષ 2018-19માં 406 કરોડ રૂપિયા વ્યાજ ચુકવ્યું છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારે રૂ. 2184 કરોડનું વ્યાજ ચુકવ્યુ હોવાનો સ્વીકાર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news