પતિ પત્ની ઓર વો: પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ કર્યું આ કામ...

અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતી પત્ની ઓર વોનો અજુગતો કિસ્સો સામે આવ્યો. પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ જ આત્મહત્યા કરી લીધી અને આપઘાત કરતા પહેલા કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો

Updated By: Sep 23, 2020, 10:57 PM IST
પતિ પત્ની ઓર વો: પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ કર્યું આ કામ...
પ્રતિકાત્મક તસવીર

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતી પત્ની ઓર વોનો અજુગતો કિસ્સો સામે આવ્યો. પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ જ આત્મહત્યા કરી લીધી અને આપઘાત કરતા પહેલા કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો. જેના આધારે પોલીસે આત્મહત્યાનાં દુષ્પ્રેરણનો ગુનો નોંધી પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:- ભુવાજીએ વિધિનું કર્યું નાટક, નદીના પટમાં ઝાડીમાં લઈ જઈ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવકે 13 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી. જોકે બનાવ સમયે પોલીસે અકસ્માતે મોત નોંધી અને પરિવારનાં નિવેદન લેવાની કામગીરી કરી. જો કે આ દરમ્યાન પરિવારે મૃતકે મરતા પહેલાં બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા ભરતની પત્ની દક્ષા મારુ ને પાડોશી યુવક જિગ્નેશ સાથે પ્રેમ સબંધ હોવાનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું. જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ દક્ષા અને પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કાગડાપીઠ પોલીસે પુરાવા એકઠા કરી આરોપીની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા

ફોટો દેખાતા ભરત અને દક્ષાનાં લગ્ન જીવનને આશરે 8 વર્ષ વીતી ગયા હતા. બાદ એકાએક દક્ષા તેનો 3 વર્ષનો એક પુત્ર લઇ અઢી મહિના પહેલા પિયર જતી રહી હતી. જેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો. 7 સપ્ટે.ના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપી અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત બીજા દિવસે આત્મહત્યા કરી લેતા પરિવાર ચિંતામાં મુકાયો અને ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરી મૃતકનાં ભાઈએ મોબાઈલ અને પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હોવાનું છતું થયું અને ફરીયાદીને લાગ્યું કે આ જ કારણોસર ભરતે આત્મહત્યા કરી લીધી હશે.

આ પણ વાંચો:- Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 1372 કેસ નોંધાયા, 15 લોકોના મોત

પતિની અંતિમવિધીમાં પણ દક્ષા ન આવતા પરિવારને શંકા ઉપજી હતી. ભરતના મોત બાદ તેની પત્નીને ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અતિમ વિધીમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધો હતો. પોલીસ તપાસમા એ વાત સામે આવી છે કે દક્ષા ના અગાઉ પણ લગ્ન થયા હતા. જોકે પોલીસ પુરતા પુરવા એકઠા કરી ધરપકડ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર