માનવતા લજવતો કિસ્સો! પાડોશી નરાધમે 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું, મોબાઇલથી વીડિયો બનાવીને...
એક વાર ફરીથી ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો પંથકમાં માનવતાને લજાવનાર એક ઘટસ્ફોટક ઘટના સામે આવી છે. આસપાસના વિસ્તારમાં રહેતા એક નરાધમ પડોશીએ ત્રણથી ચાર સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ દાનવે બાળકો સાથે દુષ્કર્મના અશ્લીલ વિડિયો પણ ઉતાર્યા છે, જે વાત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે.
નચિકેત મહેતા/ખેડા: એક વાર ફરીથી ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો પંથકમાં માનવતાને લજાવનાર એક ઘટસ્ફોટક ઘટના સામે આવી છે. આસપાસના વિસ્તારમાં રહેતા એક નરાધમ પડોશીએ ત્રણથી ચાર સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ દાનવે બાળકો સાથે દુષ્કર્મના અશ્લીલ વિડિયો પણ ઉતાર્યા છે, જે વાત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે.
આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરો
આ અત્યાચારમાં 8થી 11 વર્ષની ચાર નાનકડી બાળાઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હેવાને પીંખી નાખી. આ નરાધમનું નામ ચંદ્રકાન્ત પટેલ છે, જેને પોલીસે ઝડપી પાડીને તેના મોબાઇલ કબ્જે લીધો છે. આ મોબાઇલમાંથી અશ્લીલ વિડિઓઝ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી
ખેડા જીલ્લા પોલીસ, LCB અને DySP સહિતના અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને વસો પોલીસ મથકે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બાળાઓના પરિવારજનો અને આસપાસના ગામવાસીઓમાં આ ઘટનાને લઇને ભારે રોષ છે. હવે સમાજ કેવી રીતે આ દાનવો સામે લડે અને તેનાં માટે કડક પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, આ 12 બ્રિજ છે ક્ષતિ
આ દુષ્કર્મના આરોપી પર કડકથી કાયદાનો કસો ગાળવો જરૂરી છે. પોલીસ અને કાનૂન આ ઘટનાને સજાગ દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધારશે, તે પણ મહત્વનું રહેશે.