અમદાવાદ : અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યા બાદ સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં વસ્ત્રાપુર લેક વિસ્તારોમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પોશ વિસ્તાર ગણાતા માનસી સર્કલ જજીસ બંગલો રોડ તરફ પણ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. માનસી સર્કલ પાસેના બંન્ને તરફના રોડ પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો પણ પાણીમા ફસાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો, સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ

લોકોનું કહેવું હતું કે, ઘણા સમયથી વરસાદ ખેંચાતો હતો. આજે વરસાદ વરસતા બફારા અને ગરમીથી રાહત મળી. એક કલાક જેટલા સમયમાં વરસેલા વરાદને કારણે પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. પ્રિમોન્સુન કામગીરી ઠપ થયેલી જોવા મળી રહી છે. 


CM રૂપાણીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, અમારા આઇડિયાને કોપી કરીને વેચી રહ્યા છો

પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો, વસ્ત્રાપુર માનસી અને કેશવબાગ જેવા વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક સર્જાતા અને પાણી ભરાતા લોકોએ ભારે હાડમારી ભોગવવી પડી હતી. સામાન્ય વરસાદમાં પણ લોકો કલાકો સુધી ટ્રાફિક જામના અટવાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર