અમદાવાદ: ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો, સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ

શહેરમાં આગામી સોમવારથી સ્વનિર્ભર શાળાઓ ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ ચાલુ કરશે તેવો શાળા સંચાલક મંડળે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફી મુદ્દે બહાર પાડેલી પિટીશનનો હજુ સુધી કોઇ ચુકાદો આવ્યો નથી. જો કે ખાનગી શાળાઓએ ચુકાદાઓ પહેલા જ ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. 
અમદાવાદ: ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો, સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ

અમદાવાદ : શહેરમાં આગામી સોમવારથી સ્વનિર્ભર શાળાઓ ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ ચાલુ કરશે તેવો શાળા સંચાલક મંડળે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફી મુદ્દે બહાર પાડેલી પિટીશનનો હજુ સુધી કોઇ ચુકાદો આવ્યો નથી. જો કે ખાનગી શાળાઓએ ચુકાદાઓ પહેલા જ ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. 

આ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જણાવ્યું કે, વિદ્યાર્થીઓનાં વાલીઓ તરફથી ફોન કોલ્સ, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમને શિક્ષણ રૂ કરવા માટે રિકવેસ્ટ આવી છે. તેથી અમે નાના બાળકોનું શિક્ષણ બગડે નહી અને લાંબો સમય નહી ભણવાના કારણે શિક્ષણથી વિમુખ ન થાય તે માટે તજજ્ઞો સાથે ચર્ચા ચર્ચા કરીને ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

આ અંગે તમામ શાળાઓ દ્વારા બાળકનાં વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. સોમવારથી શિક્ષણ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું. શાળાઓએ જણાવ્યું કે, ઓનલાઇ શિક્ષણ પુર્વત્ત થશે.

હાઇકોર્ટમાં ચુકાદો પડકારાયો હોવાનાં કારણે લીધો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા તમામ બાળકોને ભણાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જેના કારણે ખાનગી શાળાઓ ધીમી પડી હતી. તો બીજી તરફ હાઇકોર્ટમાં ફી ચુકાદો પડકારવામાં આવ્યો છે. તેવામાં હાઇકોર્ટ ફી નહી તો શિક્ષણ નહી તેવા જડ વલણ મુદ્દે મંડળની ઝાટકણી કાઢે તેવી શક્યતાને જોતા શાળાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ નિષ્ણાંતોનો મત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news