CM રૂપાણીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, અમારા આઇડિયાને કોપી કરીને વેચી રહ્યા છો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિશાન પર આવી ચુક્યા છે. રૂપાણીનો આરોપ છે કે રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશની જે વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોજેક્ટનો આઇડિયા પોતાનો ગણાવી રહ્યા છે તે ગુજરાત સરકારની પહેલ હતી. આ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે એક ટ્વીટ કરીને રાહુલ પર નિશાન સાધ્યું.

CM રૂપાણીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, અમારા આઇડિયાને કોપી કરીને વેચી રહ્યા છો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિશાન પર આવી ચુક્યા છે. રૂપાણીનો આરોપ છે કે રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશની જે વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોજેક્ટનો આઇડિયા પોતાનો ગણાવી રહ્યા છે તે ગુજરાત સરકારની પહેલ હતી. આ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે એક ટ્વીટ કરીને રાહુલ પર નિશાન સાધ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાયનાડથી એમપી રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા વન ડિસ્ટ્રિક્ટ, વન પ્લાન મુદ્દે આયોજીત સર્વેની સરાહના એક ટ્વીટ દ્વારા કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, આ યોજનાની સુજાવ તેમણે હિમાચલ પ્રદેશ સરકારને થોડા સમય પહેલા આપ્યો હતો. આ ટ્વીટનાં જવાબમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ એક ટ્વીટ લખીને રાહુલ ગાંધીને સંબોધિત કર્યું કે, રાહુલજી ગુજરાતની યોજનાને તમે કોપી કરી લીધી અનેતેને પોતાનો આઇડિયા ગણાવી રહ્યા છો, આ તમને શોભે છે. હું આશા નથી કરતો કે તમને બધી ખબર હોય, પરંતુ તમારી સ્ક્રિપ્ટ લખનારાઓને તો બધી જ ખબર હશે. 

Copying Gujarat’s initiatives and selling them as your ideas does not show your smartness.

I don’t expect you to know details of anything, but your script-writers should know better!

How about a ‘One defeat, One reinvention’ policy for you? https://t.co/RreTEOK0IK pic.twitter.com/dtTeaTDj7U

— Vijay Rupani (@vijayrupanibjp) July 25, 2020

તેમણે આગળ લખ્યું કે, હું આશા નથી કરતો કે, તમને બધી જ ખબર હશે, પરંતુ તમારી સ્ક્રિપ્ટ લખનારને તો કંઇક ખબર હશે જ.રૂપાણીએ પોતાનાં ટ્વીટની સાથે રાજ્યનાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલનાં ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં તેમણે વન વિલેજ, વન પ્રોડક્ટની માહિતી વર્ષ 2016માં આપી હતી. 

આનંદી બેન ટ્વીટમાં તે સ્પષ્ટતા રહી કે તેમણે વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને ઇમ્પ્લીમેન્ટ કરતા પાયલોટ પ્રોજેક્ટની જેમ તેને શરૂ કરવાની વાત કરી હતી. બીજી તરફ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, કદાચ તેમની સ્મરણશક્તિ નબળી પડી છે કે નહી. થોડું જોર કરશો તો યાદ આવી જશે. ભાજપે 2017 વિધાનસભા ચૂંટણીની જાહેરાત પત્રમાં દરેક જિલ્લાનાં સ્થાનીક ઉત્પાદનને વધારવાની વાત કરી હતી. આ યોજના નાના ઉદ્યોગો અને સ્થાનિક કામદારો માટે વરદાન સાબિત થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news