તેજશ મોદી/સુરત :સુરત (Surat) માં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરતા યુવકનો કોરોના (corona virus) ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. પણ હાલ આ દર્દીના પરિવારજનોના કેસને કારણે તંત્રની કામગીરી વધી છે. જે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારજનોને એ જ સમયે ક્વોરેન્ટાઈન કરાયા હતા. પરંતુ હવે આ પરિવારના ચાર સભ્યોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. તેથી તેઓને ક્વોરેન્ટાઈનમાંથી કાઢીને હવે આઈસોલેશનમાં શિફ્ટ કરાયા છે.  


દૂધની થેલી-શાકભાજી-રૂપિયાને અડવાથી કોરોના ફેલાય છે? જવાબ વાંચીને જ ઘરથી બહાર નીકળજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈનમાં મૂકયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓને સમરસ હોસ્ટેલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના 4 સભ્યોમા કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા તમામને નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવમાં આવ્યા છે. ચારેય પરિવારજનોના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.


અમદાવાદ કોરોનાનો ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનમાં સપડાયુ, ક્લસ્ટર ક્વોરન્ટાઇન શરૂ થયું


સુરતમાં કોરોના કેસના આંકડા પર એક નજર....


  • કુલ શંકાસ્પદ કેસ - 183

  • પોઝિટિવ કેસ - 10

  • નેગેટિવ કેસ - 157

  • પેન્ડિંગ કેસ  - 16


વડોદરામાં રાહતનો શ્વાસ લેવાય તેવા સમાચાર, પતિ-પત્ની કોરોનાથી સાજા થયા


જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ડુર ટુ ડોર સરવે કરીને લોકોના સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ કરી છે. આ માટે જિલ્લા આરોગ્યની 1112 ટીમને ઉતારી હતી. આ ટીમ દ્વારા જિલ્લાના 728 ગામોમાં આવેલા 523016 ઘરે જઇને સરવે કરી 1737889 લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર