સમિર બલોચ, અરવલ્લી: LRD પેપર લીક કૌભાંડ મામલે ગાંધીનગર પોલીસે બાયડના વધુ એક શખ્સની અટકાયત કરી. ચોઇલા ગામના સુરેશ પંડ્યાની પોલીસ અમદાવાદના નરોડાથી અટકાયત કરી હતી. આંતરરાજ્ય ગેંગ સાથે નામ નીકળતા સુરેશ પંડ્યાની અટકાયત કરવામાં આવી. આ અગાઉ પણ ગેરકાયદે નેશનલ સ્પોર્ટ્સના સર્ટીફિકેટના સેટિંગ કર્યાનું તપાસમાં સામે આવ્યું હતું. પેપર લીક કૌભાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં બાયડ તાલુકાના ત્રણ લોકોની અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ, 600 કૂંડીય યજ્ઞનું આયોજન


અત્રે જણાવવાનું કે લોક રક્ષક ભરતી દળની પરીક્ષાનું પેપર લીક થવાના આ કૌભાંડમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વધુ ચાર નામનો પણ ખુલાસો થયેલો છે. જેમાં આનંદ બલવીર સિંહ માથુર, મુકેશ ચૌધરી, મનીષ દેવ જોષી તથા મનજીતના નામ ધ્યાનમાં આવ્યાં છે. જો કે આ પોલીસ તપાસમાં હજુ પણ કેટલાક પ્રશ્નોના જવાબ વણઉકેલ્યા છે. 


સુરત: અત્યંત દર્દનાક, લિફ્ટમાં ફસાઈ જતા 9 વર્ષના બાળકનું મોત


પોલીસ તપાસમાં હજુ પણ એ વાત પરથી પડદો ઉઠ્યો નથી કે આ પેપર આખરે દિલ્હી  પહોંચ્યું કઈ રીતે. દિલ્હીથી જવાબ આપનારો મુખ્ય સૂત્રધાર આખરે છે કોણ અને પેપર કયા પ્રિન્ટર પાસે છપાયું હતું. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...