મૌલિક ધામેચા/અમદાવાદ : આફતને આવકમાં બદલનાર એક આરોપીની શાહિબાગ પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોરોના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ એવા ઈટોલીજુમ્બ ઈન્જેક્શનની કાળાબજારી કરતો હતો. આરોપી પાસેથી પોલીસે 3 ઈન્જેક્શન કબ્જે કર્યા છે.ઉપરાંત આવા કેટલા ઈન્જેક્શનની કાળા બજારી કરી છે તેની તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્રની ઉદાસીનતાથી જનતા સ્વૈચ્છિક લૉકડાઉન તરફ: અમદાવાદના આ વિસ્તારોમાં સજ્જડ લૉકડાઉન


શાહિબાગ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ હાર્દિક ઠાકોર છે. જે પારસ ફાર્મસી નામની દવાની દુકાન ચલાવે છે. આરોપી હાર્દિક ઈટોલીજુમ્બ ઈન્જેક્શન કે જેની બજાર કિમંત 31 હજાર રૂપિયા છે. તે ઈન્જેક્શન જરૂરિયાતમંદ વ્યક્તિને 55 હજાર રૂપિયા માં વેચી રહ્યો હોવાની હકિકત સામે આવી હતી. જેના આધારે પોલીસે છટકુ ગોઠવી હાર્દિકને બજાર કિંમત કરતા વધુ ભાવે વેચાણ કરવા બદલ ધરપકડ કરી છે. 


આ GUJARATI ગેંગ Dને પણ પડી રહ્યો છે ભારે, દુબઇમાં બેઠા બેઠા પાકિસ્તાનથી મોકલે છે એવી વસ્તું કે...


આરોપી હાર્દિક ઠાકોરની ધરપકડ કરતા સામે આવ્યુ કે તેણે આ ઈન્જેક્શન સીટીએમ પાસેની એક મેડિકલ એજન્સી પાસેથી ખરીદ્યા હતા. પરંતુ વેચાણ કરવા માટે તે બજાર કિમંત કરતા 24 હજાર વધુ પડાવતો હતો. જેથી પોલીસે મેડિકલના ખરિદ અને વેચાણના દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. શાહિબાગ પોલીસે આરોપી હાર્દિકના મોબાઈલ રેકોર્ડ અને મેડિકલના વેચાણ દસ્તાવેજો તપાસ કરી અન્ય કેટલા ઈન્જેક્સનની કાળાબજારી કરી છે. તે તેની તપાસ હાથ ધરી છે.ઉપરાંત અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ તે અંગે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube