તંત્રની ઉદાસીનતાથી જનતા સ્વૈચ્છિક લૉકડાઉન તરફ: અમદાવાદના આ વિસ્તારોમાં સજ્જડ લૉકડાઉન

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની પગલે હાહાકાર મચ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં શહેરીજનોએ સ્વૈચ્છિક કરવાનું જાણે મન બનાવી લીધું હોય અને કોરોનાની ચેઇન તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. તાજેતરમાં જ 9 હજાર જેટલો આંકડો સંક્રમિત કેસોનો પહોંચ્યો છે. ત્યારે રવિવારથી આવનારા પાંચ દિવસો સુધી નિકોલ-નરોડા વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ પાડવા માટે અનેક સામાજીક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા પહેલ કરવામાં આવી છે. જેના કારણે હવે જીવન જરૂરી વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહેશે. 
તંત્રની ઉદાસીનતાથી જનતા સ્વૈચ્છિક લૉકડાઉન તરફ: અમદાવાદના આ વિસ્તારોમાં સજ્જડ લૉકડાઉન

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની પગલે હાહાકાર મચ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં શહેરીજનોએ સ્વૈચ્છિક કરવાનું જાણે મન બનાવી લીધું હોય અને કોરોનાની ચેઇન તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. તાજેતરમાં જ 9 હજાર જેટલો આંકડો સંક્રમિત કેસોનો પહોંચ્યો છે. ત્યારે રવિવારથી આવનારા પાંચ દિવસો સુધી નિકોલ-નરોડા વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ પાડવા માટે અનેક સામાજીક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા પહેલ કરવામાં આવી છે. જેના કારણે હવે જીવન જરૂરી વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહેશે. 

આ GUJARATI ગેંગ Dને પણ પડી રહ્યો છે ભારે, દુબઇમાં બેઠા બેઠા પાકિસ્તાનથી મોકલે છે એવી વસ્તું કે...

જેના ભાગરૂપે આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ વેચાણ કરતાં વેપારીઓએ પોતાની શોપ ઓપન રાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરોડા અને નિકોલમાં અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ તમામ પાટીદારોને દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. બે દિવસ માટે લોકડાઉનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારની અપીલ કરવામાં આવી ચુકી છે. ગુજરાતનાં અનેક પ્રબુદ્ધ નાગરિકો પણ સ્વયંભુ લોકડાઉન અંગેની અપીલ કરી ચુક્યા છે. 

AHMEDABAD માં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે PCB-AMC દ્વારા કરાઇ ખાસ વ્યવસ્થા

ગુજરાતમાં સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. જેના કારણે મોટા શહેરો તો ઠીક પરંતુ નાના શહેરોની હોસ્પિટલો પણ ફુલ થઇ ચુકી છે. સરકારે જાણે હાથ ઉંચા કરી દીધા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ટેસ્ટ કરાવવાથી લાઇનમાં લાગેલો માણસ મોતને ભેટે ત્યાં સુધી લાઇનમાં રહે છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો દાખલ થવા માટે લાઇન, દાખલ થઇ ગયા તો સારવારના ઇન્જેક્શન માટે લાઇન, ઓક્સિજન માટે લાઇન, સ્થિતી કથળે તો વેન્ટિલેટર માટે લાઇન, મૃત્યુ થાય તો મૃતદેહ મેળવવા માટે લાઇન અને મૃતદેહ મળી ગયા બાદ સ્મશાનમાં લાઇન અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે પણ લાંબી લાંબી લાઇનો લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news