આ GUJARATI ગેંગ Dને પણ પડી રહ્યો છે ભારે, દુબઇમાં બેઠા બેઠા પાકિસ્તાનથી મોકલે છે એવી વસ્તું કે...

ATS ગુજરાત અને ભારતીય કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાન બોટ અને 30 કિલો હેરોઇન સહિત 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ મામલે તપાસમાં અન્ય ખુલાસા થયા છે અને ગુજરાતથી લઈ પંજાબ સુધીનું કનેકશન સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું છે કે, વધુ 6 આરોપીઓ દ્રગ કેસમાં સામેલ હતા.

Updated By: Apr 18, 2021, 06:21 PM IST
આ GUJARATI ગેંગ Dને પણ પડી રહ્યો છે ભારે, દુબઇમાં બેઠા બેઠા પાકિસ્તાનથી મોકલે છે એવી વસ્તું કે...
પ્રતિકાત્મક તસવીર

મૌલિક ધામેચા/અમદાવાદ : ATS ગુજરાત અને ભારતીય કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાન બોટ અને 30 કિલો હેરોઇન સહિત 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ મામલે તપાસમાં અન્ય ખુલાસા થયા છે અને ગુજરાતથી લઈ પંજાબ સુધીનું કનેકશન સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું છે કે, વધુ 6 આરોપીઓ દ્રગ કેસમાં સામેલ હતા.

Aravalli: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગાડીમાંથી દારૂના બદલે મળી લાખો રૂપિયાની નોટો અને પછી

એટલુ જ નહીં તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનથી કરાંચીમાં રહેતા આરીફ કચ્છીએ પકડાયેલ આરોપીઓમાંથી હુસૈન ઇબ્રાહિમને આપ્યા હતા. ત્યાર બાદ મુસ્તફા અને નસરુલ્લાએ નુહ નામની બોટમાં મૂકી દીધેલ. આ ડ્રગનો જથ્થો દરિયામાં આરીફના કહેવા પ્રમાણે જખૌના દરિયા કાંઠે હાજી માણસનો સંપર્ક કરી સામેથી કાસમ તરીકે જવાબ આવે તે લોકોને આપવાની વાત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે

તપાસમાં સામે આવ્યું છે કે, આ કામ માટે આરીફે 2 લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા હતા. કામ થયા પછી 5 લાખ રૂપિયા આપવાનો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનના ડ્રગ માફિયા સિકંદર ડેર નામના આરોપીએ આરીફના મારફતે આ ડ્રગ ભારતમાં મોકલી રહ્યો હતો, જેમાં આ સમગ્ર કેસમાં ગુજરાતના ડ્રગ માફિયા અને હાલ વોન્ટેડ અને દુબઈમાં રહી ડ્રગનો વેપાર કરતો આરોપી સાહિદ સુમરા પોતાના માણસો દ્વારા પંજાબના મનજીત સિંગ, રેશમ સિંગ અને પુનિત કજાલા સુધી ડિલિવરી પહોંચાડવાનો હતો.

પાટણમાં કેવી છે ઓક્સિજનની સ્થિતિ અને કેવી મળી રહે છે દર્દીઓને સારવાર?

હાલ તો ગુજરાત ATS ટીમે પકડાયેલ 8 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓને પકડવા કામગીરી કરી રહી છે. મહત્વ નું છે કે આ ડ્રગ પાછળ કોઈ આતંકી સંગઠન અથવા  ISI નો હાથ છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube