રથયાત્રા નીકળતા પહેલાં કેમ CM સોનાની સાવરણીથી સાફ કરે છે રસ્તો? જાણો કેમ મોદીને સૌથી વધુ વાર મળી જગન્નાથના પ્રથમ સેવક બનવાની તક
Rathyatra 2021: અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો દિવસ એમ કહીએ તો જરાપણ ખોટું નથી. કેમ કે આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. જોકે રથયાત્રા નીકળે તે પહેલાં કેટલીક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણતાં હશે. રથયાત્રાની શરૂઆત પહેલાં થતી પહિંદ વિધિનું શું છે મહત્વ? શું છે પહિંદ વિધિનો ઈતિહાસ
ઝી બ્યૂરો, અમદાવાદ: અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો દિવસ એમ કહીએ તો જરાપણ ખોટું નથી. કેમ કે આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. જોકે રથયાત્રા નીકળે તે પહેલાં કેટલીક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણતાં હશે. જેમ કે પહિંદ વિધિ એટલે શું? તેમ શા માટે કરવામાં આવે છે? રાજ્યના મુખ્યમંત્રી જ કેમ પહિંદ વિધિ કરે છે?. પહિંદ વિધિ પૂરી થયા પછી જ ત્રણેય રથ મંદિરની બહાર નીકળે છે અને પછી શરૂ થાય છે ભગવાનની નગરચર્યા.
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા આખા અમદાવાદ શહેરમાં નીકળે છે. જોકે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતાં પરંપરા 2020માં કોરોના મહામારીના કારણે તૂટી હતી. જેમાં ભગવાન પહેલીવાર નગરચર્યા પર નીકળ્યા ન હતા. જોકે રથયાત્રા તમામ વિધિ વિધાન સાથે મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી.
શું છે ભગવાન જગન્નાથની પહિંદ વિધિનું મહત્વ:
ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા જગન્નાથજીના પહેલા સેવક ગણાય છે. જેના કારણે રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.
ભગવાન જગન્નાથની પહિંદ વિધી કેવી રીતે થાય છે:
અષાઢી બીજના દિવસે સવારની મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, બાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
કેમ શ્રીફળથી જ થાય છે શુભ કામના શ્રીગણેશ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ? કારણ જાણીને નવાઈ લાગશે
ક્યારથી થઈ પહિંદ વિધિની શરૂઆત:
અમદાવાદમાં રથયાત્રામાં છેલ્લાં 31 વર્ષથી રથયાત્રાની પહેલાં પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.
લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈકને કોઈક વિધ્ન? લાંબા સમયથી નથી થઈ રહ્યાં લગ્ન? તો કરો આ ઉપાય
કોણે કેટલી વખત કરાવી પહિંદ વિધિ:
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને રથયાત્રાની પહિંદ વિધિ કરવાની સુવર્ણ તક મળી છે. હાલના પ્રધાનમંત્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી વધુ વખત 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે 5 વખત પહિંદ વિધિ કરી હતી. આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી તરીકે 2 વખત પહિંદ વિધિ કરાવી. જ્યારે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ 4 વખત પહિંદ વિધી કરી ચૂક્યા છે.
કેમ લાલ રંગથી કરવામાં આવે છે તિલક? લાલ રંગ અને હિંદુ ધર્મને શું છે સંબંધ? જાણો રોચક વાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube