કેમ શ્રીફળથી જ થાય છે શુભ કામના શ્રીગણેશ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ? કારણ જાણીને નવાઈ લાગશે

શ્રીફળને કેમ માનવમાં આવે છે શુભ, ભારતીય સંસ્કૃતિમાં શું છે નારિયેળનું મહત્વ? સવાલોના જવાબ જાણવા જેવા છે. ભારતમાં કોઈ પણ શુભ કામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે.દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કે પછી હવન હોમ હોય પણ શ્રીફળ વગર ન ચાલે. 

Updated By: Jun 13, 2021, 12:19 PM IST
કેમ શ્રીફળથી જ થાય છે શુભ કામના શ્રીગણેશ? કેમ સ્ત્રીઓ નથી વધેરી સકતી શ્રીફળ? કારણ જાણીને નવાઈ લાગશે

નરેશ ધારાણી, અમદાવાદઃ શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે. શ્રી એટલે ભગવાન, અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ. એટલાં જ માટે દરેક શુભ કામની શરૂઆત પુજા-અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે. ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા.ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નારિયેળનું શું મહત્વ છે. 

No description available.

કેમ લાલ રંગથી કરવામાં આવે છે તિલક? લાલ રંગ અને હિંદુ ધર્મને શું છે સંબંધ? જાણો રોચક વાતો

શ્રીફળ બારેમાસ થતું ભગવાનનું પ્રિય ફળ છે. નારિયેળ ફોડવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે.જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે. 

કેમ ભગવાન શ્રીરામને આવ્યો મહાદેવ પર ગુસ્સો? રામ અને મહાદેવ બન્ને વચ્ચેના યુદ્ધમાં કોણ જીત્યું? જાણો રોચક કથા

શ્રીફળ વગર કેમ અધૂરી ગણાય છે કોઈપણ પૂજા?
એક સમય હતો જ્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાના પશુની બલી ચડાવવી સામાન્ય માનવામાં આવતું હતું પરતું આદિ શંકરાચાર્યએ પશુના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી.નારિયેળને મનુષ્યની મસ્તિકા સાથે સરખાવવામાં આવે છે.નારિયેળના છોતરાને મનુષ્યના વાળ સાથે તો કઠોર કવચની તુલા માણની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના માણસના લોહી સાથે કરવામાં આવે છે.  

કેમ મહાભારતના યુદ્ધમાં નહોતો થઈ શક્યો એક પણ પાંડવનો વધ? જાણો મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીતનું સાચું કારણ

શુભ  હોય કે અશુભ નારિયેળ વગર કામ ન થાય:
એવું માનવમાં આવે છે કે કોઈની ખરાબી નજર લાગી હોય તો નારિયેળની મદદથી તેને ઉતારવામાં આવે છે.નજર ઉતારવા નારિયળ પર વ્યક્તિની લંબાઈ જેટલો લાલ દોરો વિંટવામાં આવે છે.જેને વ્યક્તિ પરથી ઝડપથી સાત વખત ઉતારી શ્રીફળને નદીમાં અર્પણ કરવામાં આવે છે જેથી વ્યક્તિને લાગેલી નજર ઉતરી જાય છે.આવા કિસ્સા મોટા ભાગે બાળકોની નજર ઉતરાવા માં જોવા મળતા હોય છે. 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

શનિની ખરાબ છાયાને દૂર કરવા માટે:
લોક માન્યતા મુજબ કેટલાક લોકોને શનિની ખરાબ છાયાના કારણે જીવનમાં ખુબ મુશ્કેલીઓ પડતી હોય છે.ત્યારે શનિની ખરાબ છાય દૂર કરવામાં પણ શ્રીફળનો ઉપયોગ થતો હોય છે.જેમાં જવ, અડદની દાળ સાથે શ્રીફળ વ્યક્તિની ચારેબાજૂ 7 વખત ફેરવીને નદીમાં વહાવી દેવામાં આવતું હોય છે.આવું કરવાથી શનિની છાયા ઉતરી જવાની લોકમાં માન્યતા જોવા મળતી હોય છે. 

Rathyatra 2021: કેમ છપ્પન ભોગ છોડી સૌથી પહેલાં જગન્નાથ આરોગે છે ખીચડી? જાણો માની મમતા સાથે જોડાયેલી કહાની

હંમેશાં પુરુષ જ કેમ ફોડે છે નારિયેળ, સ્ત્રી કેમ નહીં? 
આપણે ત્યાં મોટા ભાગે પૂજા પાઠ કે દર્શન માટે મંદિરે જાવ ત્યારે પુરુષો જ નારિયેળ ફોડતા હોય છે.જેની પાછળ પણ એક માન્યતા રહેલી હોય છે.જેમાં એવું માનવામાં આવે છે કે નારિયેળ બીજ રૂપી ફળ છે.અને સ્ત્રીઓ પણ બીજ રૂપથી જ બાળકને જન્મ આપતી હોય છે.જેથી મોટા ભાગે પુરુષો જ નારિયેળ ફોડે છે. 

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા

નારિયેળમાં ત્રિદેવનો વાસ છે:
માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે નારિયેળ, લક્ષ્મી અને કામધેનુને સાથે લાવ્યા હતા.જેથી જાણકોરોનું કહેવું છે નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.નારિયેળ શિવજીનું પ્રિય ફળ છે.જેથી નારિયેળનું દાન કરવાથી ધન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થતી હોય છે.એવું પણ માનવામાં આવે છે જે ઘરમાં શ્રીફળની પૂજા થતી હોય તેના સભ્યો પર તાંત્રીક વિધિનો પ્રભાવ નથી પડતો. 

કયા ભગવાનની કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો પ્રદશિણા અંગેની રોચક કહાની

શ્રીફળથી સિંચાઈ છે પૈડું:
લગ્ન બાદ જાન પરત ઘરે ફરે ત્યારે વર-કન્યા વાહનમાં બેસી જા. ત્યારે વાહનના પૈડાને શ્રીફળ વધેરી કંકુ ચાંદલો કર્યા બાદ થોડું પાણી સિંચવામાં આવે છે.જેનાથી ખરાબ નજર ન લાગે તેવી માન્ય તા છે.તેવી જ રીતે કોઈ પણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે પણ શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવે છે.આમ શ્રીફળ હિન્દુ સંસ્કૃતિમા આસ્થાનું પ્રતિક છે. 

Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

Vastu Tips: જીવનમાં પ્રગતિ અને સુખ જોઈએ છે? તો જાણી લો ઘરમાં હનુમાનજીની કઈ તસવીર ક્યાં લગાવવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube