પંચમહાલ: વરસાદના પગલે કણજીપાણી ગામમાં મકાન પડતા પરિવારના 3 સભ્યોનાં મોત
પંચમહાલ જિલ્લામાં ગત્તરાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે તાલુકાના કણજીપાણી ગામમાં સરદાર આવાસ યોજનાનું મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં 4 સભ્યો દટાયા હતા. જે પૈકી 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. એખ જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્તા પરિવારમાં શોક છવાયો હતો.
જાંબુઘોડા : પંચમહાલ જિલ્લામાં ગત્તરાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે તાલુકાના કણજીપાણી ગામમાં સરદાર આવાસ યોજનાનું મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં 4 સભ્યો દટાયા હતા. જે પૈકી 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. એખ જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નિપજ્તા પરિવારમાં શોક છવાયો હતો.
ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત રાત્રે જિલ્લાનાં જાબુંઘોડા 4 ઇંચ, હાલોલમાં સાડા ત્રણ ઇંચ, મોરવા હડફમાં અઢી ઇંચ, ઘોઘંબામાં અઢી ઇંચ, ગોધરામાં ડોઢ ઇંચ અને કાલોકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદના પગલે પંચમહાલ જિલ્લાનાં કણજીપાણી ગામનું સરદાર આવાસ યોજનાનું એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારનાં 4 લોકો દબાયા હતા.
બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા
ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ગામલોકો દોડી ગયા હતા. જો કે કાટમાળમાંથી 60 વર્ષીય વૃદ્ધા દેવીબેન, 35 વર્ષીય રળતાભાઇ બચુભાઇ અને 5 વર્ષના બાળક વિષ્ણુનું મોત નિપજ્યું હતું. જો કે સદનસીબે પરિવારનાં એક સભ્યનો બચાવ થયો છે. તેને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર