બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા

ગુજરાતમાં આજે પાંચ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 1990 બેચના IAS અધિકારીઓ કમલ દાયાણી, મનોજ દાસ, સી.વી સોમ, મનોજ અગ્રવાલ અને અરૂણ સોલંકીને પ્રમોશન આપીને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાંચેય અધિકારીઓને 5 વર્ષ પહેલા એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. 
બઢતી : કમલ દાયાણી અને મનોજ દાસ સહિત 5 IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા

અમદાવાદ : ગુજરાતમાં આજે પાંચ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 1990 બેચના IAS અધિકારીઓ કમલ દાયાણી, મનોજ દાસ, સી.વી સોમ, મનોજ અગ્રવાલ અને અરૂણ સોલંકીને પ્રમોશન આપીને એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાંચેય અધિકારીઓને 5 વર્ષ પહેલા એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. 

રાજકોટ: પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કમલ દાયાણી હાલ સામાન્ય વહીવટી વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. જ્યારે મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી છે. સી.વી સોમ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી છે. અરૂણકુમાર સોલંકી હાલ GMDC (ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) મેનેજિંગ ડિરેક્ટર છે અને મનોજ અગ્રવાલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામગીરી કરી રહ્યા છે. 

જ્યારે 15 દિવસ પહેલા જ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્યુ રહેલા ઇન્ડિયન પોલીસ સર્વિસ અધિકારીઓના પ્રમોશન આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં ત્રણ આઇપીએસ અધિકારીઓ પ્રમોશન આપવામાં આવ્યા હતા. કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને ADGP થી પ્રમોશન આપીને ડીજીપી રેન્ક આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news